રામભાઈ મોકરીયા, ગોવિંદભાઈ પટેલ, અમિત અરોરા અને તબીબી અધિક્ષક થયા કોરોનાથી વધુ સુરક્ષિત
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ રાજય સરકાર દ્વારા બુસ્ટર ડોઝની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ત્યારે રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા બુલ્ટર ડોઝ લઇ લોકોને પણ કોરોના સામે લડવા માટે પ્રેરણા આપી હતી.રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા આજરોજ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની મુલાકાતે આવ્યા હતા. જયાં તેઓએ કોરોના કવચ સ્વરુપે બુસ્ટર ડોઝ લઇ લોકોને પણ પ્રિકોશન ડોઝ લેવા માટે અપીલ કરી હતી. સાસંદ રામભાઇ મોકરીયાએ કોરોના સામે લડવા માટે બુસ્ટર ડોઝ લીધો હતો. અમે કોરોના સામે લડવા માટે તથા સાવચેતી રાખવા માટે પણ અધિકારીઓને સુચન આપી લોકોને અપીલ કરી હતી.ધારાસભ્ય ગોવિંદભાઇ પટેેલે કોરોના અને બુસ્ટર ડોઝ લઇ જણાવ્યું કે, સમગ્ર વિશ્ર્વને કોરોનાએ હંફાવ્યો છે તેવા સંજોગોમાં ભારત દેશ એક એવો ોે કે જેને પોતે સ્વદેશી રસીનું સંશોધન કરીને માનવ જીંદગીને કોરોનાથી રક્ષણ આપવાનું બેજોડ કામગીરી કરેલ છે. કોરોનાનો ત્રીજો વેવ જે રીતે આગળ વધી રહ્યો છે અને તેની જે ઝડપ છે તે ઘ્યાને લઇને પ્રત્યેક નાગરીક કે જે 1પ વર્ષથી ઉપરના હોય તેવા અવશ્ય રસીકરણ કરવીને પોતાની જાતને સ્વસ્થ રાખે અને કુટુંબને તથા સમાજને પણ સ્વસ્થ રખાવે તેમજ 60 વર્ષથી વધુ વયના લોકો કે જેમને બે ડોઝ લઇ લીધા છે અને ત્રીજો ડોઝનો સમય થઇ ગયો હોય તે પણ અવશ્ય બુસ્ટર ડોઝ લઇ લે તેવી એક અપીલ ધારાસભ્યએ કરેલ છે.પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ આજે સીવીલ હોસ્પિટલ સખાતે પ્રિકોશન ડોઝ એટલે કે કોરોના વેકસીનનો બુસ્ટર ડોઝ લીધો હતો. અને સાથે લોકોને કોરોના વેકસીન લેવા માટે અપીલ કરી હતી.
હાલ ફ્રન્ટલાઇન વર્કર્સને કોવિડ વેક્સીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશન અમિત અરોરા, તથા નાયબ મનપા કમિશનર આશિષ કુમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને પી.એ.ટુ. કમિશનર એન.કે.રામાનુજે આજ રોજ કોવિડ વેકસીનનો પ્રિકોશન ડોઝ લીધો હતો.
રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર તુરંત હરકતમાં આવ્યું છે. જેમાં હોવી રાજ્યભરમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ મુહિમમાં જોડાયા છે. આજ રોજ રાજકોટમાં અનેક મહાનુભાવોએ પ્રિકોશન ડોઝ લઈને લોકોને સંદેશો પાઠવ્યો છે. જેમાં સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી સહિત અનેક તબીબોએ બુસ્ટર ડોઝ લીધો હતો.