- 16 દેશોના પતંગ બાજોએ રાજકોટના આકાશને રંગીન બનાવ્યું
ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ સહિત દેશોના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો જોડાયા
રાજકોટમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેનો શુભારંભ સાંસદ પરશોત્તમભાઇ રૂપાલાએ કરાવ્યો હતો.આ તકે સાંસદ રૂપાલાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તળપદા તહેવાર ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ સુધીની ગરિમા સુધી પહોંચાડ્યો છે. પ્રધાનમંત્રીએ યોગ, ધ્યાન, ઉત્તરાયણ જેવા આપણા સાંસ્કૃતિક પર્વોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. તેમણે પતંગોત્સવ થકી ઉદ્યોગ, રોજગારી અને પ્રવાસનને વેગ આપ્યો છે.
આ સાથે પતંગ થકી જીવનની શીખને સમજાવતા સાંસદએ કહ્યું હતું કે, પતંગ માનવીને પોતાના મૂળ સ્ત્રોત, પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાની શીખ આપે છે, તે ઉપદેશ આપે છે કે, જયાં સુધી આપણે મૂળ સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી જ ઉડાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસ્કૃતિનું જોડાણ તૂટતા આપણી પતંગ કપાઈને જમીન દોસ્ત થઈ જાય છે.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ આગામી મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, રંગીલા શહેર રાજકોટમાં રંગીલો પતંગોત્સવએ અભૂતપૂર્વ નજારો બની રહેશે ત્યારે જીવનમાં પણ પતંગ અવનવું શીખવી જાય છે જેમ કે, સહકાર,સંપ, કરુણા જેવા પતંગોને ચગાવી જીવનને ઉન્નત લઈ જવું અને મોહ,કામ,ક્રોધ જેવા પતંગોને કાપીને તેનાથી દૂર થવું એ ઉતરાયણ પર્વ માનવને શીખવી જાય છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકરે સ્વાગત પ્રવચન દ્રારા સર્વનું સ્વાગત અભિવાદન કર્યુ હતું. આર.એમ.સી. કમિશનર શ્રી તુષાર સુમેરાએ વિદેશથી પધારેલા પતંગબાજોને ભારતીય સંસ્કૃતિમાં પતંગોત્સવના મહત્વ વિશેની જાણકારી આપી હતી.
આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શ્રી ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, શિશુ કલ્યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, દક્ષાબેન વાઘેલા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, અશ્વિનભાઈ પાંભર, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, ડો.પ્રીતિબેન દોશી, ડો.હાર્દિક ગોહેલ, જયશ્રીબેન ચાવડા, નિલેશભાઈ જલુ, અલ્પાબેન દવે, ડો.અલ્પેશભાઈ મોરજરીયા, કંચનબેન સિધ્ધપુરા, મંજુબેન કુગશિયા, કુસુમબેન ટેકવાણી, દક્ષાબેન વાઘેલા, ચેતનભાઈ સુરેજા, રસીલાબેન સાકરીયા અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ.આ પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામજેવા દેશના પતંગબાજો તેમજ ભારતના પંજાબ અને રાજસ્થાન રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો હતો.આ સર્વે પતંગવીરોએ ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં અવનવી, પચરંગી, થીમ આધારીત પતંગો ઉડાડી આકાશને રંગબેરંગી બનાવવામાં આવેલ.
વિદેશી પતંગબાજો ગુજરાતી ગીતો પર મનમૂકીને ઝૂમ્યા
” પતંગ ઉત્સવ પ્રસંગે રાજકોટ પધારેલા નેધરલેન્ડના પતંગબાજ શ્રીમાન પીટરે ગુજરાતમાં પતંગ ઉત્સવમાં પધારીને થતી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી, તેમણે રાજકોટ શહેરને સુંદર જણાવી પતંગોત્સવમાં આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉત્સવમાં વિદેશથી પધારેલા પતંગબાજો પણ ગુજરાતી ગીતો પર ઝૂમ્યા હતા.