ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનની કામગીરીને ટોચના આગેવાનોએ બિરદાવી
દેશમાં કોરોના સામેનો જંગ હજારો પુરો થયો નથી સૌ કાર્યકરો જનજીવન થાળે પડે ત્યાં સુધી સામાજીક અંતર જાળવી જરૂરત મંદો માટે સેવા કાર્યો ચાલુ રાખે તેમ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષજે.પી. નડ્ડાએ ભાજપના રાજય અઘ્યક્ષ જીતુભાઇ વાધાણી, હોદેદારો તથા રાજયના સાંસદો સાથેના સંવાદમાં જણાવ્યું હતું. આજે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી,પ્રદેશ સંગઠન મહામંત્રીભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ તા ગુજરાત ભાજપાના લોકસભા-રાજ્યસભાના સાંસદે સાથે સંવાદ કર્યો હતો. આ વિડીયો કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સતિષ તા રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાદવે કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન ગુજરાત ભાજપા સંગઠન દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી જનસેવાની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેન ભાજપ મિડિયાસેલે જણાવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષજીએ કોરોના મહામારીની આફતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે કરેલા સરાહનીય નિર્ણયો તા સેવાકાર્યોને તંત્ર સાથે રહીને જનજન સુધી પહોંચાડવાની કરેલી સફળ કામગીરી અને જનસેવા બદલ ગુજરાત ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના કાર્યકરોને કરેલા સંબોધનમાં જે સપ્તપદીનું સુચન કર્યું હતું. તે જનહિતના સાતે સાત કાર્યોમાં ગુજરાત ભાજપના કાર્યકરોએ સરાહનીય કામગીરી કરી છે.પ્રધાનમંત્રી માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઉતમ કામગીરી અને પ્રજાના સહયોગને લીધે કોરોના સામેની લડાઈમાં આપણો વિજય નિશ્ચિત છે.પરંતુ હજુ આ લડાઈ પૂરી નથી થઈ તેથી સૌ કાર્યકરો જનજીવન થાળે ન પડે ત્યાં સુધી સાથેશિયલ ડીસટન્સ જાળવીને જરૂરિયાતમંદો માટે સેવાકાર્યો ચાલુ રાખે.આરોગ્ય સેતુ એપ વધુને વધુ ડાઉનલોડ થાય તે માટે ગુજરાત ભાજપના તમામ સ્તરના કાર્યકરોએ સાથેશિયલ મીડિયાના માધ્યમી ખુબ જ સારો પ્રચાર પ્રસાર કર્યો છે.પ્રધાનમંત્રી કેર્સ રાહત ફંડમાં પણ ગુજરાત ભાજપના આગેવાનો-કાર્યકરોએ પોતે પણ ફાળો આપ્યો છે અને સમાજના હજારો લોકોને પ્રેરિત કર્યા છે જે દર્શાવે છે કે ભાજપનો કાર્યકર દરેક સ્િિતમાં પ્રજા સાથે જોડાયેલો રહે છે. જનસેવા એ જ સાચા કાર્યકરની ઓળખ છે. માસ્ક વિતરણ, ભૂખ્યાને ભોજન વગેરે જેવી અનેક બાબતોમાં ગુજરાત ભાજપના કાર્યકરોએ ઉમદા કામગીરી કરી છે જે બીજા રાજ્યોના ભાજપા યુનિટ માટે પણ ઉદાહરણરૂપ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપા સંગઠનની કામગીરીને બિરદાવી બધાને અભિનંદન આપતાં કહ્યું હતું કે, કોરોના સામેની લડાઈ હજુ ચાલુ છે. ભાજપા આગેવાનો તા કાર્યકરો લોકડાઉનના સમય દરમિયાન પોતપોતાના વિસ્તારોમાં સાથેશિયલ ડિસટન્સ જાળવી ધૈર્ય અને સંયમી ગરીબ તા મજદૂરવર્ગના લોકોને જનજીવન થાળે પડે ત્યાં સુધી ધીરજ રાખવા અને જ્યાં આંશિક છૂટછાટ આપી છે ત્યાં ધંધા-રોજગારના સ્ળોએ પહોંચાડવામાં મદદ કરે તા તંત્રને પુરતો સહયોગ આપી કેન્દ્રની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે કાળજી રાખે.
કોરોનાની આફત સમયે કેન્દ્ર સરકાર તા ગુજરાત સરકારના સરાહનીય નિર્ણયો તા પ્રજાહિતની કામગીરીને સફળતાપૂર્વક પ્રજા સુધી પહોંચાડવામાં ઉતમ સહયોગ તેમજ જનસેવાની ઉતમ કામગીરી બદલ કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત ભાજપાના બુથ લઇ રાજ્યકક્ષાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવવા જણાવ્યું હતું.તે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્રીય નેતૃત્વ વતી ગુજરાત ભાજપના બુથ, મંડલ , જીલ્લા તથા પ્રદેશસ્તરના કાર્યકરો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આગેવાનોના પરિશ્રમ અને સેવાભાવને વંદન કરી સૌને અભિનંદન પાઠવ્યાં હતા તેમજ કેન્દ્રીય આગેવાનોની અપીલ અનુસરતા આગામી સમયમાં પણ જનસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખવા વિનંતી કરી હતી.