ઇરાનના રાજકારણીઓએ ઇરાન પાર્લામેન્ટમાં આજે યુએસના રાષ્ટ્રધ્વજને સળગાવ્યો હતો. પાર્લામેન્ટમાં હાજર સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પનું ‘દિમાગ કોઇ જાતના ડીલને સમજી શકવા માટે નબળું છે’ તેવું પણ કહ્યું હતું. એટલું જ નહીં, સાંસદોએ ‘ડેથ ટુ અમેરિકા’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. લૉમેકર્સે ધ્વજની સાથે સાથે સ્ટાર્સ અને સ્ટ્રાઇપ્ડવાળી ઇરાન ડીલની પ્રતિકાત્મક કોપી પણ સળગાવી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ન્યૂક્લિયર ડીલમાંથી અમેરિકાને અલગ કરી દીધું છે.
અમેરિકાએ ડીલમાંથી બહાર જવાના નિર્ણય બાદ ઇરાનના પ્રેસિડન્ટ હસન રોહાનીએ યુરેનિયમની પેદાશ કોઇ પણ પ્રકારના બંધનો વગર કરશે તેવું નિવેદન આપ્યું હતું.પાર્લામેન્ટ સ્પીકર અલી લારિજાનીએ કહ્યું કે, ટ્રમ્પ પાસે આ ડીલને સમજવાની મેન્ટલ કેપેસિટી નથી.જો કે, ઇરાન ઓફિશિયલ્સે યુરોપ આ ડીલ અને નિર્ણય વિશે કોઇ પગલાં ઉઠાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.ઇરાન સાંસદોએ ન્યૂક્લિયર ડીલની પ્રતિકાત્મક કોપી પણ સળગાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com