- સાંસદ પરષોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાને ‘વન નેશન વન ઈલેકશન’ સંદર્ભે કાયદાના નિષ્ણાંતો સાથે પરામર્શ
સૌરાષ્ટ્રભરના ધારાશાસ્ત્રીઓ તેમજ કાનુની વિદ્યાશાખાના પ્રધ્યાપકોએ વન નેશન વન ઇલેક્શનની તરફેણમાં કરી સુચનો રજુ કર્યા
“વન નેશન, વન ઇલેક્શન” સંદર્ભે સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય પુરૂષોત્તમ રૂપાલા સાથે સૌરાષ્ટ્રના અગ્રણી ધારાશાસ્ત્રીઓ અને કાનૂન વિદ્યાશાખાના પ્રાધ્યાપકો તેમજ બંધારણવી કાયદાશાસ્ત્રીઓની બેઠકમાં, અમલીકરણ સામેના પડકારો, બંધારણીય આયામો તેમજ સુચિત ઉપાયોના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા આજે રાજકોટ ખાતે કરવામાં આવી હતી.
પૂર્વ કુલપતિ અને કાયદાના વરિષ્ઠ પ્રોફેસર કમલેશ જોષીપુરાના માર્ગદર્શન અંતર્ગત લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગોષ્ઠીમાં કાયદા વિદોએ વન નેશન વન ઇલેક્શનની પૂર્ણ રીતે તરફેણ કરવાની સાથે સમગ્ર પ્રક્રિયાને ન્યાય: પુરહ સર: ગણાવી અને સંપૂર્ણપણે બંધારણીય લેખાવેલ.
આજે સવારે 11:00 વાગ્યે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી તેમજ અમદાવાદથી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, સરકારી લો કોલેજના પ્રાચાર્યઓ, વરિષ્ઠ પ્રોફેસરો તેમજ કાયદાની કોલેજના પ્રાધ્યાપકો અને સંશોધકોએ આ રસપ્રદ ચર્ચામાં ભાગ લઈ અને મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.
લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગોષ્ઠીમાં મોરબીના પ્રદીપ વાળા, કાયદા વિદ્યાસખાના પૂર્વ અધર ડીન નેહલ શુક્લ, બાર એસોસિયેશન ઓફ ઇન્ડિયા ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રીમતી ભાવના જોશીપુરા, ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રી પંકજ દેસાઈ, અંશ અભય કુમાર ભારદ્વાજ, અર્જુન પટેલ, પી. સી. વ્યાસ, જયુભાઈ શુકલ, અધિવક્તા પરિષદના પ્રમુખ પ્રશાંતકુમાર જોશી, જૂનાગઢથી પ્રિન. ડી. જી. મોદી, પોરબંદરથી અશોક મહેતા, જામનગરથી અશોક નંદા, હિતેન ભટ્ટ, હેમલ ચોટાઈ, અમરેલીથી ઉદયનભાઈ ત્રિવેદી એડવોકેટ, વરિષ્ઠ પ્રોફેસર ભરતભાઈ મણીયાર, પુર્વ પ્રિન્સિપાલ જે. યુ. નાણાવટી, માનવ અધિકાર ભવનના રાજેન્દ્રભાઈ દવે, અમદાવાદની સરકારી લો કોલેજના પ્રિન્સિપાલ ડો. મીનળ રાવલ, કાયદા ભવનના આનંદભાઈ ચૌહાણ, રાજકોટ સરકારી લો કોલેજના ડો.અરૂંધતિ દાસાણી, પૂર્વ આઈએએસ ઓફિસર પંકજ રાવલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતમાં સમવાયતંત્રનું જે પ્રકારે નું સ્વરૂપ છે તેમાં કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંવર્તી યાદી ની વ્યવસ્થા છે તે વ્યવસ્થા વન નેશન વન ઇલેક્શનની પદ્ધતિ અમલમાં લાવવાથી કોઈ પણ રીતે તેના ઉપર વિપરીત અસર થશે નહીં. ચૂંટણી વ્યવસ્થાની દ્રષ્ટિથી ભારતના બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત ચૂંટણી પંચને રેસિડ્યુઅરી પાવર છે તેનાથી આસાનીથી વ્યવસ્થાના સંદર્ભો તેમજ તે સંદર્ભે ઊભા થતા પ્રશ્નો નિવારી શકાશે. અનુચ્છેદ 327 અંતર્ગત ભારતની સંસદને કેટલાક ઓવર રાઇડિંગ પાવર છે તેનો ઉપયોગ કરી અને સમગ્ર વ્યવસ્થા અમલમાં લાવી શકાય તેમ છે. અલગ-અલગ નિષ્ણાતોએ અલગઅલગ મંતવ્યો તેમ જ વિવિધ વિષયો ઉપર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા તેનો વિસ્તૃત લેખિત અહેવાલ સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય પુરુષોત્તમ રૂપાલા ને લેખિત સ્વરૂપે આપવામાં આવશે.
રાજકોટ ખાતે આયોજિત આજની આ આ બેઠકને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને આમંત્રિત કરાયેલા પ્રત્યેક નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.
“વન નેશન વન ઇલેક્શન” કાયદાને સરળતાથી અમલમાં લાવવાનો હેતુ: સાંસદ પરસોતમ રૂપાલા
અબતક સાથેની વાતચીતમાં સાંસદ પરસોતમ રૂપાલા એ જણાવ્યું વન નેશન વન ઇલેક્શન કાયદા અંગે સંદર્ભે લોકસભામાં બિલ રજૂ કરાયું હતું પરંતુ હવે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી સામે મૂકવામાં આવ્યું અને તેની ઉપર ચર્ચા કરવામાં આવી હતી પ્રવર્તમાન સ્થિતિ સહિતના વિષયોને આવરી કયા કયા પડકાર છે તે સંદર્ભે અને ખાસ કરીને સરળતાથી કેવી રીતે અમલમાં લાવી શકાય તેના પર તજજ્ઞ એ ચર્ચા કરી હતી, કાયદા વિદો દ્વારા જે મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા તેનું પ્રેઝન્ટેશન બનાવી સરકાર અને જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીમાં પહોંચાડવાનો હેતુ રહેલો છે.