મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, હોસ્પિટલનો સ્ટાફ અને તબીબો કાર્યક્રમમાં જોડાયા
દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની થઈ રહેલી ઉજવણી અંતર્ગત રાજકોટના સાંસદ અને ધારાસભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓની સ્વચ્છતા જાળવવા શપથ લેવડાવ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી સ્વચ્છતા પખવાડિયાની શરૂશરૂઆત નિમિતે પ્રથમ દિવસે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સિવિલ હોસ્પિટલ અધીપક્ષ ડો.મનીષ મહેતા તથા હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓને સિવિલ હોસ્પિટલ સાથે પોતાની આસપાસ પણ સ્વચ્છતા જાળવવા માટે શપથગ્રહણ કરાવયા હતા.
અવાર-નવાર ધારાસભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાતો લેવામાં આવે છે અને સાથે દર્દીઓ અને તબીબો તથા દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓને લઈ વાતચીત કરવામાં આવે છે ત્યારે ધ્યાનમાં આવતી જે કાંઈ પણ ખામીઓ કે અસુવિધાઓને લઈ પગલા લેવામાં આવે છે ત્યારે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી નિમિતે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઉજવણી નિમિતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા મુલાકાત લઈ સ્વચ્છતાને લઈને સંબંધિત અધિકારીઓને કડક શબ્દોમાં સુચના આપવામાં આવી હતી.
વધુમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાના પગલે શૌચાલયની મુલાકાત લેવામાં આવી હતી તથા રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન હોય તેના માટે દર્દીઓની સારવાર અને સુવિધાઓમાં પણ ખાસ સુધારા-વધારા કરવાનું જણાવ્યું હતું અને થોડા સમયથી વધતા જતા સ્વાઈનફલુ સામે રાજકોટ સિવિલ હોસ્પિટલ સુસજજ હોય તેમ ઉમેર્યું હતું. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓ, તબીબો અને કર્મચારીઓએ શપથગ્રહણ કરી સ્વચ્છતા માટે પોતે કટીબઘ્ધ રહેશે તેવું વચન આપ્યું હતું.