રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે MPCની બેઠક દર બે મહિને યોજાય છે. આ બેઠકની અધ્યક્ષતા RBI ગવર્નર કરે છે.
આજે RBI ગવર્નર શક્તિકાંત દાસે MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી છે. દાસે જણાવ્યું હતું કે ઇ-મેન્ડેટ ફ્રેમવર્ક હવે UPI લાઇટમાં ઇંટીગ્રેડ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે હવે બેલેન્સ આપમેળે UPI લાઇટ વૉલેટમાં ઉમેરવામાં આવશે. મતલબ કે યુઝર્સને બેલેન્સ ઉમેરવાની ઝંઝટનો અંત આવશે.
RBIએ આ નિર્ણય નાના ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે લીધો છે. વર્ષ 2022માં RBIએ UPI Lite લોન્ચ કરી હતી.