જામનગર: કેન્દ્રીય નાણા પ્રધાન દ્વારા આજે સંસદગૃહમાં વર્ષ ૨૦૨૫ – ૨૦૨૬ નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં જામનગર નાં બ્રાસ ઉદ્યોગ ને મોટી રાહત મળી છે. આથી જામનગર નાં સાંસદ એ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી નો આભાર વ્યકત કર્યો છે.
બ્રાસ સીટી તરીકે ઓળખાતા જામનગર ના ઉદ્યોગ ને કોપર, બ્રાસ સ્ક્રેપ, ઝીંક સહિત ના રો મટીરીયલ ની આયાત ડ્યુટી કેન્દ્ર સરકારે બજેટ ૨૫-૨૬ માં રદ કરતાં, લાખો ને રોજગાર પુરૂ પાડતા બ્રાસ ઉદ્યોગ ની, ઉત્પાદકતા વધશે, રોજગાર વધશે, સ્પર્ધાત્મક ભાવ થી વેંચાણ અને નિકાસ વધશે.
જે હાલાર પંથક ના અર્થતંત્રને વેગવંતુ કરનારી અંદાજપત્ર ની જોગવાઇઓ હોઇ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમનજી નો ૧૨-જામનગર લોકસભા ના સાંસદ પૂનમબેન માડમ એ આભાર વ્યક્ત કર્યો છે.
અહેવાલ: સાગર સંઘાણી