કોંગ્રેસ દ્વારા ગુજરાતના નેતાને વધુ એક મહત્વ પૂર્ણ જવાબદારી સોંપાય: દિલ્હીના પ્રભારી પદે ચાલુ જ રહેશે
ગુજરાતના રાજયસભાના સાંસદ અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા શકિતસિંહ ગોહિલને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે તેઓને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જો કે દિલ્હીના પ્રભારી પદે તેઓને યથાવત જ રાખવામાં આવ્યા છે. લોકસભાની આગામી ચુંટણીને ઘ્યાનમાં રાખી તેઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.શકિતસિંહ ગોહિલ ગુજરાતમાં કોંગ્રેસના પીઠ અને કસાયેોલા નેતા છે. હાલ તેઓ ગુજરાતથી રાજયસભામાં કોંગ્રેસના સાંસદ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે
કોંગ્રેસના શિર્ષ નેતૃત્વ દ્વારા તેઓને ઘણા સમય પહેલા દિલ્હીના પ્રભારી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે જે હાલ શકિતસિંહ ખંતથી નિભાવી રહ્યા છે. ગઇકાલે મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા અલગ અલગ ત્રણ રાજયના પ્રભારીઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં હરિયાણા રાજયના પ્રભારી તરીકેની જવાબદારી રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલને સોંપવામાં આવી છે સાથો સાથ તેઓની પાસે હાલ જે દિલ્હીના પ્રભારી તરીકેનો હવાલો છે તે યથાવત જ રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત કુમારી શૈલેજાનો છત્તીસગઢના પ્રભારી અને સુખજીન્દરસિંહ રંઘાવાને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. લોકસભાની ચુંટણીના આડે હજી દોઢ વર્ષ નો સમય ગાોળો વ્યકત રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ ચુંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવીછે.