તાજેતરમાં બનેલ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામા 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં હાહાકાર મચાવનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ માં સ્વજનો ગુમાવનાર પરિવારજનોને સધિયારો આપવા આજે કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને સાંસદ રામભાઈ મોકરીયાએ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોના સ્વજનોને સિવિલ હોસ્પિટલ ખાતે મળી સાંત્વના પાઠવી હતી. મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચીંગની પ્રક્રિયા વિશે જણાવતા સાંસદ રામભાઈ મોકરિયાએ સ્વજનોને ઝડપથી મૃતદેહો મળી જાય તે માટે સરકાર એ દિશામાં ખૂબ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તેમજ પરસોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે એક કાર્યવાહીનો નાનો ભાગ છે રિપોર્ટ આવ્યા બાદ આક્રમક પગલા લેવામાં આવશે.
અગ્નિકાંડના હતભાગીઓના સ્વજનોને સધિયારો આપતા સાંસદ રૂપાલા-મોકરીયા
Previous Articleપોલીસ કમિશનર બ્રજેશ ઝા ચાર્જ સંભાળતાની સાથે એકશન મોડમાં
Next Article મંજૂરી વગર ધમધમતી પાંચ ડ્રાયવિંગ સ્કૂલો સામે તવાઈ