સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ માટે રેબીઝ ક્લિનિકને પણ મળી લીલી ઝંડી
પ્લાસ્ટિક સર્જરી અને કૂતરા કરડવાથી થતા પ્રાણ ઘાતક રોગ સામે લડી લેવા સિવિલ તંત્ર સજ્જ
સૌરાષ્ટ્ર પરના દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર રહેલી રાજકોટ પીડીએફ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સૌપ્રથમ સરકારી સ્કીમ બેંકનું આજરોજ સાંસદ રામભાઈ મોકરીયા ઉદ્ઘાટન કર્યું હતું તેની સાથે ડોગ બાઈટના દર્દીઓને પહોંચી વળવા સામે રેસીબ ક્લિનિકને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલે સારવારની સુવિધાઓમાં વધુ એક સુવર્ણ પગલું માંડયું છે. જેમાં આજરોજ સાંસદ રામભાઈ મોકરિયા અને સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી સહિતના અધિકારીઓ અને તબીબો દ્વારા ગુજરાતની સૌપ્રથમ સરકારી સ્કિન બેંક કાર્યરત કરવામાં આવી છે. જેના દ્વારા હવે સૌરાષ્ટ્રભરના દર્દીઓને પ્લાસ્ટિક સર્જરી માટે બહાર ધક્કો ખાવાનો રહેશે નહિ.
આ સ્કિન બેંકમાં અધતન સુવિધાઓ સાથે ડોનેટ કરાયેલી સ્કિનને વર્ષો સુધી સાચવવા માટે પણ સવલતો રાખવામાં આવી છે. આ તકે સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક અને સ્ટાફની મહેનતથી ગુજરાતની સૌપ્રથમ સરકારી સ્કિન બેંક શરૂ કરવામાં આવી છે. જેનો વધુને વધુ લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓને મળી રહેશે. હવે દર્દીઓને અમદાવાદ અથવા અન્ય કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર રહેશે નહિ.
તો આ તકે સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકની શરૂઆતથી દાઝેલા અને અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. અંગદાનની જેમ લોકો અમે સ્કિન પણ ડોનેટ કરે તેના માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં વધતા જતા ડોગ બાઈટના કેસ સામે રેસિબ ક્લિનિકની પણ કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી આ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો. ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ ક્લિનિકમાં અલગથી તબીબની ફાળવણી કરાશે નર્સિંગ સ્ટાફ હશે તેમજ ડેટા ઓપરેટર પણ હશે. એકાદ સપ્તાહમાં તમામ કામગીરી પૂરી કરી દેવાશે. ડોગ બાઈટના કેસ વિશે તેઓએ જણાવ્યું હતું કે, પહેલા સપ્તાહમાં 15થી 20 આસપાસ ડોગ બાઈટના કેસ આવતા હતા પણ છેલ્લા બે સપ્તાહથી તે વધીને 30 થયા છે. તો બીજી તરફ તેનાથી થતા પ્રાણ ઘાતક રોગને પણ નિવારી શકાશે.