ભારે વરસાદના સંજોગોમાં તકેદારી રાખવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌ નાગરિકોને સંસદસભ્ય પૂનમબેન માડમે અપીલ કરી છે.
હાલ એક તરફ ભારે વરસાદ પડ્યો છે, તેમજ હજુ વરસાદી માહોલ છે અને ભારે વરસાદની આગાહી પણ છે. આવા સંજોગોમાં સૌ નાગરિકોએ સાવચેતી રાખવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમએ અપીલ કરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં હળવા-મધ્યથી માંડી ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. માટે સંસદસભ્ય પૂનમબેન માડમે નાગરિક જોગ એક મહત્ત્વનો સંદેશો આપતા જણાવ્યું છે કે, આ સંજોગો છે અને ઓચિંતો ભારે કે અતિ ભારે વરસાદ પણ પડી શકે ત્યારે સહુ નાગરિકો આવા સમયે સાવચેતી રાખે અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો ખાસ તકેદારી રાખી વધુ ધ્યાન રાખે તેવી ભારપૂર્વક અપીલ કરૃં છું તેમ પણ સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું છે. ખાસ કરીને વહીવટ તંત્ર તેમજ સંલગ્ન વિભાગો દ્વારા જુદા-જુદા વિસ્તારો માટે વખતો વખત નાગરિકોની સાવચેતી અને સલામતી તેમજ કાળજી લેવા માટે જાહેર કરાતી મહત્ત્વની આગાહીથી તેમજ આગમચેતીની દરેક સૂચનાઓનું ખાસ પાલન કરવા પર પણ સંસદસભ્ય પૂનમબેન માડમે ભાર મૂક્યો છે.