ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા બ્યુટીફિકેશન પાર્ક બનાવવા રેલવે પાસે પડતર જમીન માંગી છે ત્યારે સાંસદ જમીન માટે એનઓસી ન મળે તેવા પ્રયાસો કરે છે

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા રાજુલાના વિકાસને અવારનવાર અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું તેમના પત્રો દ્વારા તથા લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. સાંસદ નારણભાઇ કાછડીયા ને લોકસભાની ચૂંટણીમાં રાજુલા શહેર અને તાલુકા માંથી  જબ્બર લીડ નીકળી હતી . જો કે પબ્લિક, મતદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામે ખોબલે ખોબલે મત આપ્યા હોવા છતાં કાછડીયા દ્વારા જાહેર કામોમાં વિરોધ શા માટે કરે છે ? કે કોઈના ઇશારે વિરોધ કરી રહ્યા છે તેવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે,

હાલમાં રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા બ્યુટીફીકેશન પાર્કબ્યુટી  બનાવવાની કામગીરી હાથ ધરેલ છે .બ્યુટીફીકેશન પાર્ક રાજુલા ની રેલવેની જમીન પડતર પડી છે તેમાં બનાવવામાં આવી રહ્યાનું જાણવા મળી રહેલ છે.આ અંગે પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી ને તારીખ 10 ડિસેમ્બર 2019 ના રોજ એક પત્ર લખીને રેલવેની સરપ્લસ જમીનો ઘણી જગ્યાએ પડેલી છે.આવી જમીનો સરકાર માગણી કરશે તો રોડ રસ્તા માટે તેમજ બ્યુટીફીકેશન માટે રેલવે આપવા તૈયાર છે. જે સંદર્ભે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલામાં પડતર પડેલ જમીન અંગે માંગણી કરેલ અને વેસ્ટન રેલ્વે દ્વારા બ્યુટીફીકેશન પાર્ક બનાવવા માટે પરમિશન પણ આપી દેવામાં આવેલ છે. પરંતુ રાજુલામાં બ્યુટી ફીકેશન પાર્ક બને નહીં એના માટે  સાંસદે એન.ઓ.સી ન મળે અને આ જમીન મૂળમાલિકને મળે તેવો પત્ર લખીને રાજુલાના વિકાસમાં રોડા નાખવા નો પ્રયત્ન કરેલ છે જેની સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

રાજુલા ના વિકાસ માટે ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર તનતોડ મહેનત કરી રહ્યા છે જેમાં સહયોગ આપવો જોઈએ. કારણ કે વિકાસ તો પ્રજા માટે થાય છે ને ? આ એ જ મતદારો છે જેમણે નારણભાઈ કાછડિયાને પણ મત આપી લોકસભામાં મોકલ્યા છે . જોકે ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર દ્વારા વેસ્ટન રેલ્વે ની સરપ્લસ જમીન કે જેમાં રેલવે પરમિશન આપી દેવામાં આવે છે .જેમાં સરકારની મંજૂરી માટે શ્રી ડેર મુખ્યમંત્રીને બે વાર રૂબરૂ મળેલ છે અને આગામી પહેલી એપ્રિલે ફરીવાર પણ મળવાના છે.

સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા મહુવા તથા અન્ય વિસ્તારમાં પડેલ રેલવેની સરપ્લસ જમીન નગરપાલિકાને આપવા ભલામણ કરેલ છે .તો રાજુલા ને અન્યાય શા માટે? રાજુલા પ્રત્યે ઓરમાયું વર્તન શા માટે?

છેલ્લા ઘણા વર્ષોથી નેશનલ હાઇવે 8-ય ની હાલત ખૂબ જ ખરાબ છે આમ છતાં સાંસદ રોડ સંબંધે કેમ કંઈ કરી શકતા નથી ?આ નેશનલ હાઈવે સંબંધી ધારદાર રજૂઆતો થવી અને રોડ તાત્કાલિક બનવો જોઇએ તેવી લોકમાંગળી ઉઠેલ છે.  ધારાસભ્ય અમરીશભાઈ  ડેર દ્વારા અગાઉ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ આ બ્લડ ડોનેશન કેમ્પ સરકારી હોસ્પિટલના દર્દીઓ માટે રાખેલ હતો આમ છતાં સાંસદ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણી એ ફોન દ્વારા સરકારી હોસ્પિટલમાં આવો કેમ નહીં રાખવા ફરજ પરના તબીબી ને સૂચના આપતાં આ બ્લડ ડોનેશન કેમ્પ આહિર સમાજ ની વાડી ખાતે રાખવો પડ્યો હતો જેમાં 101 બોટલ બ્લડ એકઠું કરવામાં આવેલ હતું .આમ ,ચૂંટાયેલા પ્રતિનિધિએ પક્ષાપક્ષીથી પર રહીને લોકોની સુખાકારી વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જો કે, સાંસદનું આવુ વર્તન લોકોને આશ્ચર્ય પમાડે છે. એ પબ્લિક હૈ સબ જાનતી હૈ.

આ રેલ્વે જમીન અને બ્યુટીફીકેશન પાર્ક અંગે રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર નો સંપર્ક સાધતા  તેઓએ જણાવેલ છે કે, ડીઆરએમ ભાવનગરને રેલવેની જમીન આપવામાં દબાણ ઊભું કરીને તેના ઉપર જમીન મળે નહિ તેવી રીતે દબાવવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ભાવનગર, જામનગરમાં જમીનો ફાળવવામાં આવેલ છે .જ્યારે મહુવા નગરપાલિકા એ તો પરાણે જમીન લઈ લીધેલ છે શ્રી  ડેર દ્વારા એવું પણ જણાવેલ છે કે, રેલવેની જમીન માં દબાણ છે. અને દબાણ કરતાં પાસેથી હપ્તો લેવામાં આવે છે. તેમજ રાહદારીઓને મુશ્કેલી ઊભી થાય એના માટે ખાડા ખોદી નાખવામાં આવેલ છે. આ બધા જ પ્રશ્નો માં સાંસદને વાંધો નથી અને આ બધા જ પ્રશ્નો એને નડતા નથી જ્યારે બધા લોકો ની સગવડમાં વધારો થાય છે તેવા પ્રશ્ન  મા સાંસદ શ્રી ને તકલીફ પડે છે? તેઓ શા માટે આ પ્રશ્ને રોડાં નાખી રહ્યા છે તેવા સવાલો  અમરીશભાઈ ડેર દ્વારા કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.