સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પાસપોર્ટ ઓફિસ અને એમસ હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે રાજકોટમાં જ વિઝા સેન્ટર ની સવલત ઉભી થાય તો અમદાવાદ સુધીનો ધક્કો ન થાય.
સૌરાષ્ટ્રના પાટનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એમ્સ સુવિધા છે હવે વિઝા સેન્ટરની આવશ્યકતા
સાંસદ મોહનભાઈ કુંડારીયાએ લોકસભામાં આ પ્રશ્ન ઉજાગર કરીને વિદેશ મંત્રાલય ને રજૂઆત કરી હતી કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે તાજેતરમાં રાજકોટમાં હીરાસર માં નવા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની સુવિધા ઉપલબ્ધ થઈ છે રાજકોટ દેશના 35 સૌથી મોટા શહેરો પૈકીનું એક છે ત્યારે રાજકોટ માં વિદેશ જનારાઓ માટે વિઝા સેન્ટરની સ્થાપના કરવી જરૂરી છે, રાજકોટમાં વિઝા સેન્ટર ની સવલત ઊભી થઈ જાય તો વિદેશ જનારાઓ ને અમદાવાદ સુધી નો ધક્કો અને સમય બચે. મોહનભાઈ કુંડારીયાએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવી રાજકોટને વિઝા સેન્ટર મળે તેવી સરકારમાં રજૂઆત કરી છે.મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે રાજકોટને વિઝા સેન્ટર ની ખાસ જરૂર છે ત્યારે સરકારમાં આ અંગે રજૂઆત કરી વિઝા સેન્ટર જલ્દીથી જલ્દી મળી જાય તેવી માંગ કરી છે