સ્થાનીક અધિકારીઓની મનમાની સામે રેલવે મંત્રીને કરેલી રજૂઆતનું પરિણામ મળ્યા
રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વેના સાંકળતા જુદાજુદા મુદાઓ અંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને મિટીંગનું આયોજન કરાયુ હતું. આ મિટીંગમાં મેયર ડો.પ્રદિપ ડવ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, રાજકોટ અને ભાવનગરના રેલ્વે વિભાગના ડી.આર.એમ.ની ઉપસ્થિતિમાં જુદાજુદા રેલ્વે ક્રોસિંગ, ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ, ફાટક પહોળું કરવા લક્ષ્મીનગર અન્ડરબ્રિજથી ગોડાઉન રોડ 24 મીટરનો કરવા વગેરે બાબતોએ ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ચાલુ સપ્તાહમાં જ દિલ્હી ખાતે રેલ્વે વિભાગના મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને રજુઆત કરવામાં આવેલ. જેમાં, લક્ષ્મીનગર અન્ડરબ્રિજથી ભક્તિનગર રેલ્વે સ્ટેશન, ગોડાઉન રોડ 9 મીટરમાંથી 24 મીટર કરવા માટે રેલ્વેની આવેલ જમીન ફાળવવા દિલ્હીમાંથી રેલ્વે મંત્રાલયમાં સુચના આપવામાં આવી હતી.
(લક્ષ્મીનગર અન્ડરબ્રિજ)થી ભક્તિનગર રેલ્વે સ્ટેશન જતો ગોડાઉન રોડ હયાત 9 મીટરનો છે. આ રોડને 24 મીટરનો પહોળો કરવા માટે રેલ્વે વિભાગની 15 મીટર જેમાં, 50 ફૂટ પહોળાઈ અને 300 મીટર જમીન કપાત કરી 24 મીટરનો બનાવવામાં આવશે. આ રોડ બનતા નાગરિકોને આવન જાવન તેમજ રેલ્વે સ્ટેશન આવન જાવન કરતા નાગરિકોને સુગમતા રહેશે.