દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા ઔદ્યોગિક ઉત્પાદન અને મેક ઇન ઇન્ડિયા નો વ્યાપ વધારવા સરકારે કમર ખસી છે ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગ હબ મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગના વિકાસ માટે પરિવહન વ્યવસ્થા બનાવવા પર ભાર મુકાઈ રહ્યો છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા મોરબી ને રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડવા માંગ કરી છે,
મોરબીના ઓદ્યોગિક પરિવહનને “સરળ” બનાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગની કનેક્ટિવિટી આપવા માર્ગ મંત્રી નીતિન ગડકરીને રજૂઆત
મોહનભાઈ કુંડારીયાએ વાહન મંત્રીનગર નીતિન ગડકરી ને પત્ર પાઠવી મોરબીના રવાપર ભૂંગળા સાજણપુર રોડને રાષ્ટ્રીય ધોરીમાર્ગ લગધીરપુર કલિકાનગર અને નીચીમાંડલ રોડ સાથે જોડવા માંગ કરી છે ,મોહનભાઈ કુંડારીયાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં નાના મોટા 150 થી 60 ઉદ્યોગો ધમધમી રહ્યા છે ત્યારે મોરબી શહેર નો વાહન વ્યવહાર બાયપાસ કરવો જરૂરી છે,
રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે મોરબી ને કનેક્ટિવિટી મળતા શહેરના ટ્રાફિક ઉપરાંત ઔદ્યોગિક પરિવહન માં સમયનો બચાવ થશે નીતિન ગડકરીને પાઠવેલા પત્રમાં મોહનભાઈ કુંડારીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર મોરબી સહિતના વિસ્તારના વિકાસ માટે પ્રતિબધ છે, ત્યારે મને વિશ્વાસ છે કે આ વિકાસ દરખાસ્ત મંજૂર થશે મોરબી રવાપર સાજણપુર રોડને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે કનેક્ટિવિટી મળે તો પરિવહન વધુ બનશે