દેશના PM વિકાસપુરૂષ નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને એમના પત્ની સુપ્રિયા પટેલ, પુત્ર યુગમ પટેલ,પુત્રી શ્રીજા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી,PM સાથે મુલાકાત દરમ્યાન સાંસદની દીકરી શ્રીજાને વડાપ્રધાન એ ખૂબજ વહાલ કરી આશીર્વાદ આપી ઉજવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું,
સાંસદ ધવલભાઈ પટેલે સાંસદ તરીકે એમના એક વર્ષના સમયગાળા માં કરવામાં આવેલ સમગ્ર કામગીરી નો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા આદરણીય વડાપ્રધાન એમની કામગીરીની ખુબજ પ્રશંશા કરી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આવનારા દિવસોમાં એમના મત વિસ્તારના વિવિધ વિકાસકાર્યો અંગે ઝીણવટભરી ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું
દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ને દિલ્હી ગૃહ મંત્રાલય ખાતે લોકસભા ના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે એમના પરિવાર સાથે અને એમની આગેવાનીમાં વલસાડ સહકારી ક્ષેત્રના આગેવાન અરવિંદ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, તેમજ જિલ્લાના અન્ય સહકારી આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી, મુલાકાત દરમ્યાન વલસાડ જિલ્લા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી અને ભારતની ઉચ્ચ સહકારી સંસ્થા ઇન્ડિયન પોટાશ લિમિટેડ સાથે જોડાણ કરી હજારો સભાસદોને મળનાર લાભો બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો, ગૃહમંત્રી અમિત શાહએ સાંસદના મતવિસ્તારમાં આગામી દિવસો માટેની રાજનૈતિક રણનીતિઓ તેમજ વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચાઓ કરી એમનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અહેવાલ: રામ સોનગઢવાલા