સાંસદ દેવજી ફતેપરાએ કોલેજનો મુદો પાર્લામેન્ટ સત્રમાં પણ ઉઠાવ્યો
સુરેન્દ્રનગરનાં સાંસદ દેવજી ફતેપરાએ સુરેન્દ્રનગર જીલ્લામાં એન્જીનીયરીંગ તથા મેડિકલ સરકારી કોલેજ બનાવવા માટે માંગ ઉઠાવી છે. તેઓએ આ મુદો પાર્લામેન્ટ સત્રમાં પણ ઉઠાવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જીલ્લો આર્થિક અને શૈક્ષણિક અતિ પછાત જીલ્લો છે. આ જીલ્લામાં જાતિ, એસ.સી.એસ.ટી. તથા ઓ.બી.સી.જાતિના લોકો જ મોટેભાગે વસવાટ કરે છે. અહીં ઘણા સમયથી શિક્ષણક્ષેત્રે વિકાસ ખુબ જ ઓછો થયેલો જોવા મળે છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સુધીના જ અભ્યાસની સુવિધા છે. એક પણ સરકારી એન્જીનીયરીંગ કે મેડિકલ કોલેજ આ જીલ્લામાં નથી માટે ઉચ્ચ અભ્યાસ માટેની કોલેજની અહીં ખાસ જરૂરીયાત રહેલી છે. સાથોસાથ મીઠાના અગરિયાઓના બાળકો જ માત્ર અગરીયા જ ન બનતાં તેઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ થઈ રહ્યા છે. વધુ અભ્યાસ માટે અમદાવાદ, રાજકોટ કે પછી ગુજરાત બહાર જવુ પડે છે માટે સુરેન્દ્રનગર જીલ્લામાં સરકારી એન્જીનીયરીંગ તથા મેડિકલ કોલેજ બનાવવા માટે મહત્વનો પ્રશ્ન પાર્લામેન્ટ સત્રમાં ઉઠાવ્યો હતો.