સરદાર અને સોમનાથ ફોટો ગેલેરી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ: નામી અનામી કલાકારો લોક-સાહિત્ય ભજનની રમઝટ બોલાવશે: સ્વચ્છતાના સંદેશ માટે સેલ્ફી પોઈન્ટ
ભારતવર્ષનાં આસ કેન્દ્ર ભગવાન સોમનાથ દાદાનાં સાનિધ્યમાં સદભાવના મેદાનમાં રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલે રીબીન કાપી પરંપરાગત કાર્તિકી પૂર્ણીમાનાં મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. સોમના ટ્રસ્ટ દ્વારા આયોજીત ભવ્ય મેળો સતત પાંચ દીવસ તા. ૨૩ સુધી યોજાનાર છે.
મેળાનાં આર્કષમા વિવિધ રાઇડ્સ, સરદાર અને સોમનાથનાં ફોટો પ્રદર્શન, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, ઓડીયો વિઝયુલ પ્રદર્શન યોજાનાર છે. શ્રીમદ્દ ભાગવત ગીતાસાર પ્રદર્શન, ગૈાપાલન અને ગાય માતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતિ લોકો નિહાળી શકશે. મેળામાં વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરી સ્વચ્છતા અંગેની જાગૃતિનાં મેસેજ પણ લોકોને મળશે.
મેળામાં આવતા લોકોને કચરો ગમે ત્યાં ન નાંખે તે માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્રારા કચરો એકઠો કરવા થેલીઓ આપવામાં આવશે. સરકારીશ્રીના ઈન્ડેક્ષ્ટ-સી વિભાગ તરફી ગૃહ ઉધોગ હસ્તકલાના આબેહુબ સ્મૃતિઓના સ્ટોલ અને અન્ય આકર્ષણો રાખવામાં આવેલા છે.
મેળાનાં પ્રમ દીવસે મેઘાબેન ભોસલે, બીજા દીવસે સુરીલી સરગમ દ્વારા નરસિંહ મહેતાનાં જીવન પર આધારિત નાટ્ય નૃત્યની પ્રસ્તુતી, ત્રીજા દીવસે અલ્પાબેન પટેલ, હરીસિંહ સોલંકી, ચોા દીવસે યોગેશગીરી ગૈાસ્વામી, નારાયણ ઠાકર, પાંચમાં દીવસે લોક સાહિત્યકાર માયાભાઇ આહીર, બિરજુ બારોટ સહિતનાં કલાકારો દ્વારા પાંચ દીવસ સુધી ભજન ભક્તિ સો લોક સંસ્કૃતિને ઉજાગર કરવા ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવશે.
તા. ૨૨ અને ૨૩ નાં રોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે રાસગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે રાજશીભાઈ જોટવા, મંજુલાબેન સુયાણી, જશાભાઈ બારડ, ભગવાનભાઈ બારડ, ઝવેરીભાઈ ઠકરાર, કિશોરભાઈ કુહાડા, જગદીશભાઈ ફોફંડી, જગમાલભાઈ વાળા, પ્રવિણભાઈ રૂપારેલીયા, માનસિંગભાઈ પરમાર, લખમભાઈ ભેસલા, ચીમનભાઈ અઢીયા, ભક્તિપ્રસાદ સ્વામી, ધર્મેન્દ્રસિંહ રહેવર, રાહુલ ત્રિપાઠી, એચ.આર.મોદી, દેવકુમાર આંબલીયા, વિજયસિંહ ચાવડા સહિતના ઉપસ્તિ રહ્યા હતા. આ મેળાના સમગ્ર આયોજનને સફળ બનાવવા જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, નગર સેવા સદન અને સોમના ટ્રસ્ટ દ્રારા ભારે જહેમત ઉઠાવામાં આવી છે.