ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ કોવિડ વિજય રથનો ઇફ્લેગીંગથી અને જૂનાગઢ ખાતે સૈારષ્ટ્ર ઝોનના સાંસદ રાજેશભાઇ ચુડાસમાં એ આરંભ કરાવ્યો હતો. આ કોવિડ વિજય રથ આગામી ૪૪ દિવસ સુધી સૈારષ્ટ્ર ના ખૂણે ખૂણે જન જનગૃતિ લાવવાનું કામ કરશે. આ કોવિડ વિજય રથ કાયમી ૬૦ કિલોમીટર ધીમી ગતીએ ચાલશે. જે કુલ ૪૪ દિવસમાં ૨૬૪૦ કિલોમીટરમાં લોકોને જાગૃત કરશે. અને કોરોનાથી રક્ષણ માટેના સાવચેતીના પગલાની જાણકારી, યોજનાઓની માહિતી લોકકલાના માધ્યમથી આપશે.
જૂનાગઢ ખાતેથી કોવિડ વિજય રથને પ્રસ્થાન કરાવતા જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાંએ જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે જનજાગૃતિ એ સૈાથી મહત્વનું પરીબળ છે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ કોવિડ વિજય રથના પ્રસ્થાન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઇ કરમટા, કલેક્ટર ડો. સૈારભ પારઘી, કમિશ્નર તુષાર સુમેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.