ભારતે સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવાની દિશામાં ઘણી મોટી પહેલ કરી છે. DRDO એ સ્વતંત્રતા દિવસની થોડીક જ પહેલા ભારતીય નિર્મિત ‘મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
DRDOને આ સફળતા એવા સમયે મળી જ્યારે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એક નિવેદનમાં, DRDOએ કહ્યું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું પરીક્ષણ જેસલમેરની ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું હતું. સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ જેમાં મિસાઈલ, લોન્ચર, ટાર્ગેટ એક્વિઝિશન સિસ્ટમ અને ફાયર કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે તે સંપૂર્ણ રીતે અપડેટ થયેલ છે અને ચોકસાઈ સાથે લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ છે.
DRDO દ્વારા નવા સંશોધનોએ તાજેતરના વર્ષોમાં ભારતીય સંરક્ષણ પ્રણાલીને ઘણી મજબૂત બનાવી છે. આનું નવીનતમ ઉદાહરણ ભારતીય બનાવટની મેન-પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MP-ATGM)નું સફળ પરીક્ષણ છે, જેનું તાજેતરમાં રાજસ્થાનના જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.