ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટથી રવાના: હવે ફેફસાના નિષ્ણાંત ડો. બાલકૃષ્ણ કરશે સારવાર
છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજને વધુ સારવાર માટે ચેન્નઇ લઇ જવામાં આવ્યા છે..આજે સવારે ૧૧ વાગ્યે ચાર્ટડ પ્લેનમાં રાજકોટથી ચેન્નઇ જવા તેઓ રવાના થયા છે. હવે તેઓમે ફેફસાના નિષ્ણાંત ડો. બાલકૃષ્ણની સારવાર મળશે.
સાંસદ અભયભાઈ ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ ખૠખ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે.
પ્રખ્યાત ડો. કે. આર. બાલાક્રિષ્નન તેમની સારવાર કરશે. તેઓ ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોનાં નિષ્ણાત છે. કોરોના કાળમાં અને તે પહેલાં અનેક કપરાં કેસોમાં ડો. બાલાક્રિષ્નન સફળતા મેળવી ચૂક્યાં છે.આજે સવારે ૧૧ વાગ્યે પુત્ર અંશ અને ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પણ સાથે ગયા છે. ઉપરાંત મુંબઈના ડો.ઓઝા સહીત ૩ તબીબો પણ તેઓની સાથે ગયા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્યમંત્રીએ અભયભાઈ ભારદ્વાજ માટે સુરતની ટિમ અહીં મોકલી હતી. અને હવે તેઓને ચેન્નઈ ખાતે મોકલવામાં આવ્યા છે. જેથી સ્પષ્ટપણે કહી શકાય કે સૌરાષ્ટ્ર તબીબી સારવારમાં પછાત છે. અહીં એઇમ્સની કમી મહેસુસ થઈ રહી છે. જો એઇમ્સ હોત તો અભયભાઈ ભારદ્વાજની સારવાર અહીં ઘર આંગણે જ થઈ શક્ત.