જીતવાની મજા ત્યારે આવે છે જ્યારે તમે હારવાની આશા રાખો છો!’ ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’નો આ ડાયલૉગ ફિલ્મની આખી સ્ટોરી કહી દે છે.બે મહિનાથી પણ ઓછા સમયમાં તૈયાર થયેલી આ ફિલ્મ 11 એપ્રિલે રીલીઝ થવાની હતી પણ આચારસહિતા દરમિયાન તેની રીલીઝ પર રોક લગાવી દીધી હતી.આખરે આ ફિલ્મ રીલીઝ થઈ ગઈ છે.
શું છે ફિલ્મની સ્ટોરી:
નરેન્દ્રમોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર કહેતી આ ફિલ્મની શરૂઆત 2013ની ભાજપની તે બેઠકથી થાય છે.જેમાં નરેન્દ્ર મોદી ને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ ફિલ્મ ફ્લેશબેક ચાલી જાય છે જિયારે મોદી રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા.મોદીના પિતા ચાની દુકાન ચલાવતા હતા અને માતા ઘરમાં વાસણ માંજતા હતા. થોડા મોટા થયા બાદ નરેન્દ્રમોદીએ પોતાના ઘરના લોકો પાસે સન્યાસની પરવાનગી માંગી ત્યારે લગ્નના બંધનમાં બાંધવાનું વિચાર્યું. પણ નરેન્દ્રએ લગ્ન પહેલા જ ઘર છોડી દીધું.પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવા માટે આરએસએસ વર્કર તરીકે ગુજરાતમાં વાપસી કરી અને પછી પાછા વળીને ક્યારેય ન જોયું.
રિવ્યુ:
મોદીએ કેવીરીતે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ ભારતના વડાપ્રધાનની ખુરશી મેળવી? , ફિલ્મમાં મોદી સાથે જોડાયેલા ચા વેચવા વાળા , ગુજરાતના રમખાણ અને તેમની જિંદગીમાં ઘણા અજાણ્યા પાસાઓથી પણ રૂબરૂ કરાવે છે.ફિલ્મને સત્યઘટનાઑથી પ્રેરિત કહેવામા આવી રહી છે.