સ્ટાર કાસ્ટ:
ઈરફાન ખાન, કીર્તી કુલ્હારી, અરૂણોદય સિંહ, દિવ્યા દત્તા, ઓમી વૈદ્ય, ઉર્મિલા માતોંડકર, અતુલ કાલે, ગજરાજ રાવ
ડિરેક્ટર:અભિનય દેવ
ડ્યૂરેશન:2 કલાક 19 મિનિટ
ફિલ્મનો પ્રકાર:કોમેડી, થ્રિલર
ક્રિટિક:રચિત ગુપ્તા
દેવ (ઈરફાન ખાન) ટોઈલેટ પેપર સેલ્સમેન છે. એક સાંજે તે કામમાંથી વહેલો છૂટીને પત્ની માટે ગુલાબનો ગુલદસ્તો લઈ ઘરે આવે છે ત્યારે તેની પત્ની બેડ પર કોઈ અન્ય યુવક સાથે જોવા મળે છે. આ પછી ક્રમબદ્ધ અનેક ઘટનાઓ થાય છે. જે મજેદાર હોય છે. આ ફિલ્મનું જમાપાસું તેની સર્વશ્રેષ્ઠ સ્ક્રિપ્ટ છે.
મિડલ ક્લાસ વ્યક્તિ પોતાની જ પરિસ્થિતિઓનો શિકાર હોય છે. જ્યારે મતભેદની સ્થિતિ સર્જાય છે ત્યારે તે અપરાધ કરવા માટે સંઘર્ષ કરે છે. તે પોતાના ભાગ્ય પર બધું છોડી દે છે. બ્લેકમેલનો કોન્સેપ્ટ આ જ છે. આ દરેક ઉથલપુથલમાં સારો ટ્વિસ્ટ આવે છે. જેમાં સામાન્ય વ્યક્તિની રોજની મુશ્કેલીઓ જેવી કે ઈએમઆઈ, લોન અને અસફળ રિલેશનશિપ્સ બતાવવામાં આવી છે.
જ્યારે દેવને પત્ની વિશે જાણ થાય છે ત્યારે તેના લવર રણજીત (અરૂણોદય સિંહ)ને બ્લેકમેલ કરે છે. જે પછીથી દેવની પત્નીને બ્લેકમેલ કરે છે. ડ્રામા ત્યારે વધી જાય છે જ્યારે દેવની જિંદગીના અન્ય કેરેક્ટર્સને તેના બ્લેકમેલિંગના પ્લાન વિશે જાણ થાય છે. આ પછી કોઇને કોઇ રીતે એકબીજાને બ્લેકમેલ કરવા લાગે છે. અહિથી જ સિચ્યુએશનલ કોમેડી થાય છે. જે મજેદાર હોય છે. પરવેશ શેખ (ક્વીન અને બજરંગી ભાઈજાનનો રાઈટર)એ ખૂબ જ મજેદાર સ્ટોરી લખી છે. આ દ્રશ્યોમાં કોમેડી સારી રીતે ઉપજાવી છે.
ફિલ્મનો પહેલો હાફ થોડો ધીમો છે. પ્લેટ સેટ થવામાં થોડો સમય લાગે છે. આ પછીનું હ્યુમર રસપ્રદ છે. બીજા હાફમાં કોમેડી આવે છે.અભિનય દેવનું ડિરેક્શન કમાલનું છે. ‘દેલ્હી બેલી’ પછી તેણે એકવાર ફરી કમાલ કર્યો છે. આ ફિલ્મનું ટોઈલેટ હ્યુમર તમને ‘દેલ્હી બેલી’ની યાદ અપાવશે. ફિલ્મમાં અમિત ત્રિવેદીનું સંગીત સારૂ છે. આ ઉપરાંત ઓમી વૈદ્યએ પણ સારી એક્ટિંગ કરી છે. કુલ જોવા જઈએ તો બ્લેકમેલનું પ્રેઝન્ટેશન ખૂબ જ ઉત્તમ છે.