મી.નટવરલાલ દંપતી એ મંજૂરી વગર મોર્ગેજ જમીનમાં દુકાનો બનાવી વેચી નાખી: હપ્તા ન આવતા અધિકારી ખાલી જગ્યાનો કબજો લેવા ગયા ને ભાંડો ફૂટ્યો

રાજકોટની બંધન બેંક સાથે રૂ.71,41,500ની છેતરપિંડી મામલે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.બેંકમાંથી લોન લઇ ગીરવે મુકેલી જમીન પર દુકાનો ઉભી કરી બારોબાર વેચી નાખનાર ગોંડલ તાલુકાના મોવિયા ગામના પટેલ વિદ્યાલય ના સંચાલક દંપતી સહીત ત્રણ સામે ગુનો નોંધાયો છે.બંધન બેંકના મેનેજર બળદેવભાઇ નરસિંહભાઈ ગોઠીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ તાલુકાના મોવિયા ગામના નટવરલાલ જીવાભાઈ ભાલાળા તેની પત્ની શર્મીલાબેન નટવરલાલ ભાલાળા અને નરેન્દ્રભાઇ જીવાભાઇ ભાલાળાનું નામ આપ્યું છે.

2011માં જમીન ગીરવે મૂકી 47 લાખની લોન લીધી હતી. આરોપીઓને પટેલ વિદ્યાલય મોવીયાના વિકાસ માટે મૂડીની જરૂરિયાત ઉભી થતા 1 એપ્રિલ 2011ના રોજ લોન લઈ ત્રણેયના સંયુક્ત નામે મોવીયા ગામે રેવન્યુ સર્વે નંબર 896/1 પૈકી એ આ 1-38 ગુઠા રહેણાંક હેતુના બિનખેતીના પ્લોટ નંબર 17થી 25 મળી કુલ પ્લોટ 9 જેનું કુલ ક્ષેત્રફળ 1554 વાર હતી. આ પ્લોટ મિલકત સિક્યુરિટી તરીકે રજૂ કરતા બેંકના અધિકારી દ્વારા રજૂ કરેલા ડોક્યુમેન્ટ વેરિફાઇ કરવામાં આવ્યા હતા.

બાદમાં મિલકત ક્લિયર અને ભોગમુક્ત હોવાની ખાતરીયુક્ત હતા. બેંકે અરજદાર પાસેથી રજિસ્ટર્ડ મોર્ગેજ ડીડ નં. 129/2015. 26-02-2011થી કરી આપતા બંધન બેંક રાજકોટ ખાતે મૂકી 47 લાખ રૂપિયા લોન આપી હતી.   મિલકત ઉપર લીધેલી લોન મુદલ અને વ્યાજ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ.71,41,500 ભરવાના બાકી હોય  નટવરલાલ તેની પત્ની શર્મીલાબેન અને નરેન્દ્રભાઈ એ રાજકોટની બંધન બેંક સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોય આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.