દિવસેને દિવસે સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધી રહ્યો છે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના સંપર્કમાં આવેલા શખ્સે અપહરણ કરી ગોંડલ લઈ જઈ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે દુષ્કર્મ આચરનાર શખ્સના સાથીદારે સગીરાના અડપલા કરી હેવાનિયતની હદ વટાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી માતા-પિતા વિનાની સગીરાનું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલ ગોંડલના વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી (ઉ.વ. 19) રહે. આસોપાલવ સોસાયટી, તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી (ઉ.વ. 21) રહે. 31 ભોજરાજપરા, પારસ રેસિડેન્સી અને અવી મુકેશભાઈ સોલંકી (ઉ.વ. 21) રહે. આસોપાલવ પાર્ક એ અપહરણ કર્યું હતું. બાદમાં વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું હેવાનિયત એટલેથી અટકતી ન હોય અક્ષય સોલંકી અડપલા કર્યા હતા જ્યારે અવી સોલંકી અપહરણ કરવામાં પોતાની ફોરવીલ કાર જીજે03એચઆર-4039નો ઉપયોગ કરી મદદ કરી હતી ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 363, 366, 376, 354, 114 પોક્સો 4, 8, 17 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એમ જે પરમાર આરોપીઓને ઝડપવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.
આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે, અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમ.નો અભ્યાસ કરી રહ્યો છે.
આરોપીઓએ સગીરાનો સવારના સુમારે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી. બાદમાં સગીરા બસ દ્વારા પોતાના ઘરે પહોંચી હતી અને સઘળી હકીકત કાકાને જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.