અગાઉ અકલ્પનીય સફળતા પામેલી અને પોણાભાગના ઉમેદવારોને જીતાડી રાજકોટને આદર્શ શહેરની ભેટ આપી ચુકેલી ‘નાગરિક સમિતિ’નું નિર્માણ કરવા યોજાશે મિટીંગ: ઉમદા બહેનો-બંધુઓને કામે લગાડાશે: હાલના બધા જ અપ્રિય નીવડેલા સભ્યોને ખૂલ્લા પડાશે: ચૂંટણી ઢંઢેરા દ્વારા પ્રતિજ્ઞા પણ લેવાશે !
‘સ્માર્ટ સિટીની વીતો ઉપર છલ્લી અને પોકળ: પ્રજાને વિશ્ર્વાસમાં લીધા વગર વિકાસ અને સાચા અર્થમાં નગર આયોજનનો અભાવ: આગામી ચૂંટણીમાં આ અગાઉ રચાયેલી નાગરિક સમિતિને પ્રજાલક્ષી- પરિવર્તનલક્ષી પૂરાતન બુચ જેવા નેતાના નેતૃત્વને ઉજાગર કરવાનો મનસુબો;
રાજકોટવાસીઓ નાગરિક સમિતિના નેજા હેઠળ રાજકોટમાં રામરાજયનું વાવેતર શું કામ ન કરે ? ઠેર ઠેર બુલંદ નાદ જગાવવાનો રણકાર..
રાજકોટ બદલાશે, એવું બદલાશે કે આખું સૌરાષ્ટ્ર બદલાશે. રાજકીય કાવાદાવા, લાંચરૂશ્વત, મનિપાવર અને મસ્સલ પાવર, હારી જશે. રણે ચડેલા ગરીબો, પછાત વર્ગો, દલિતો અને મજૂરો અકિંચનો જીતી શકે…
નાગરિક સમિતિ ઉમદા આયોજન આપશે, ઉમદા-એકસંપી વેપાર આપશે, સફાઈ અને સ્વચ્છતા આપશે. રોગચાળો ફેલાવતી અને કચરાના ઢગલા વચ્ચેય ગંદકી ફેલાવતી રેકડીઓ-ગલ્લાઓ તેમજ ચોરાઉ ચીજોને સંતાડવાની ગરજ સારે દારૂની હેરાફેરીની ચૌરધાડ ગરજ સારે એવી શેરીઓને સાફ કરાવશે.
આજના મ્યુ. વહીવટમાં આ બધું થાય છે. પ્રજાની હાડમાફીઓને દૂર કરવાની કોઈને પરવા નથી. ખિસ્સા ભરવાની પાવરધાઈ રાજકોટના વિકાસને ટ્રાફિક-વ્યવસ્થાને, સુરક્ષા-સલામતીને અને વિદ્યાર્થીનીઓને પારાવાર હાની પહોચાડે છે.
રાજકોટના ઉમદા નગરજનોની રચાયેલી નાગરિક સમિતિ અને તેના દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા રાજકોટની સમસ્યાઓને દૂર કરી શકશે. કમજોર વહિવટકર્તાઓને કયારેક સર્જાતી હાડમારીઓનો અંત આવશે. આને લીધે પ્રજાકીય સંપ વધશે અને એનું સામર્થ્ય વધશે.
વહિવટકર્તાઓ પણ આવા મહાયજ્ઞમાં મહત્વની ભૂમિકા ભજવી શકે અને રાજકીય ક્ષેત્રે પ્રમાણિક, પવિત્ર અને નિષ્પાપ રહીને પ્રજાની પડખે ઉભા રહ્યા હોય એવા ભદ્રજનો પણ ‘અબતક’નો સાથ-સંગ્રાથ પ્રાપ્ત કરી શકે.
આપણા ઉચ્ચ કક્ષાના સંતશ્રીઓમાંના એક પૂ. શ્રી મોટાએ એવી આકરી ટકોર કરી છે કે, ‘આજે તો માનવસેવા અને સમાજ સેવા તથા દેશસેવાને બદલે પૈસો એજ જગતમાં ભગવાન થઈ પડયો છે!’ ખરાબમાં ખરાબ, ચારિત્ર્યનો હલકો માણસ પણ પૈસાના જોરે આગળ પડતું મહત્વ ભોગવે છે. આજે ચારિત્ર્યનું મહત્વ જ રાજકોટમાં સડો નથી એમ રખે કોઈ માને. રાજકોટમાં રાજકીય ગંદવાડ નથી એમ રખે કોઈ માને. નિજીસ્વાર્થમાં રાજકીય ક્ષેત્રે મોટાં માથાંઓની ભાગીદારી-હિસ્સેદારી નથી એમ રખે કોઈ માને.
રાજકોટમાં રાજકીય ક્ષેત્રનું અપરાધીકરણ નથી થયું એમ રખે કોઈ માને. રાજકોટમાં ગરીબો, પછાત લોકો, વાહન ચાલકો અને સજજન યુવાનોને રંજાડના ભોગ નથી બનવું પડતું એમ રખે કોઈ માને… રાજકોટને આવી રંજાડોથી મૂકત કરવાનો સમય પાકી ગયો છે. ‘અબતક’ કોઈપણ સારાં કાર્યમાં, સારી પ્રવૃત્તિઓમાં અને રાજકોટમાં રામરાજય સર્જી આપે એવી ‘દૈવતભીની વાવણીમાં સાથી સંગાથી બનવામાં બેશક જોડાશે.’
સંભવિત નાગરિક સમિતિ દ્વારા પણ ‘અબતક’ સમક્ષ આવી શકાશે.
નાગરિક સમિતિની રચના માટે રાજકોટ સાબદું થાય રાજકોટના તબીબો સાબદા થાય. વકીલો અને વેપારી આલમ સાબદા થાય.
માનવસેવા એ ધર્મનો પ્રાણ છે. એમ માનતા સહુ કોઈ, સેવાર્થઓ સાવધ થાય. પુરાતન બુચ જેવા પ્રાણવાન આગેવાનો સાવધાન થાય. સ્ત્રીશકિત, મહિલા શકિત આગળ આવે. બુધ્ધિજીવીઓ આગળ આવે, વિદ્યાર્થી આલમ આવે. પરિવર્તન લાવ્યે જ છૂટકો છે, બદલાવ લાવ્યે જ છૂટકો છે, ક્રાંતિ સર્જવી અનિવાર્ય છે.
વિદ્યાર્થી આલમ આગળ આવે. રાજકોટને બધી રીતે આદર્શ બનાવવા આગળ આવે… રહેવા દેવાયું નથી એટલે આપણા સમાજનું કેટલું પતન થયું છે! પૈસાને પરમેશ્ર્વર સમજનારો આપણો સમાજ બની ગયો છે. તેમા સમાજનું પતન જ છે. અંધાધૂંધી આવશે ત્યારે એકેએક ઘર ઉથલપાથલ થઈ જવાના એમાં મને બિલ્કુલ શંકા નથી.
લક્ષ્મીએ માત છે. લક્ષ્મી વડે કરાયેલો દૂર્વ્યવહારએ માતા સાથે કરેલા વ્યભિચાર બરાબર. આ સમાજ મડદાં પૂજનારો છે.
રાજકોટ એવા પાપથી દૂર રહે એવા બદલાવની ત્યારે તાતી જરૂર છે. ‘નાગરિક સમિતિ’એ પડકાર ઝીલી શકે, અબતક એમાં સાથસંગાથ આપશે અને ‘શુભેચ્છા આપશે !