સાતમા પગાર પંચનું એરીયર્સ અટવાયું: એક જ હપ્તો ચૂકવ્યો રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘની ચીમકી
મે માસમાં લેવાનારી બોર્ડની પરીક્ષા પહેલા ગ્રાન્ટેડશાળાના શિક્ષકોનાં પડતર પ્રશ્ર્નોનો ગાંધી ચીંધ્યા માર્ગે સુખદ ઉકેલ નહી આવે તો આંદોલન કરવાની રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘે ચીમકી આપી છે.પ્રમુખ નરશીભાઈ પટોરીયા મહામંત્રી વિકાસગીરી ગોસ્વામીએ એક નિવેદનમાં જણાવાયું છે કે પડતર પ્રશ્રન્માટે માર્ચ 2019 દરમિયાન ઉકેલ માટે આંદોલનની જાહેરાત હતી પરંતુ સરકારે જે તે સમયે પડતર માંગણીઓનાં ઉકેલની ખાતરી આપતા બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકાર પરવિશ્ર્વાસ રાખી આંદોલન અટકાવી દેવામાં આવ્યું હતુ પરંતુ હવે જયારે આ વાતને બે વર્ષ જેટલો સમયગાળો વિતી જવા છતા પડતર માંગણીઓનાં ઉકેલ આવ્યો નથી જેને પગલે અગામી મે મહિનામાં લેવાનારી બોર્ડની પરીક્ષા પહેલા ગ્રાન્ટેડ શાળાનાં પ્રશ્ર્નોનો સુખદ ઉકેલ માટેની તમામ શિક્ષક સમાજમાં આશા વ્યકત કરી છે.સાતમાં પગારપંચનું એરીયર્સ રાજય સરકારના કર્મચારીઓને ફકત 5 મહિનાના ગાળામાં 3 હપ્તામાં 2 વર્ષ પહેલા જ ચૂકવી દેવામાં આવ્યું છે. જયારે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને 5 વર્ષમાં 5 હપ્તામાં ચુકવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ 3 હપ્તા ચૂકવવા પાત્ર થઈ ગયા હોવા છતાં ફકત એક જ હપ્તો ચૂકવવામાં આવ્યો છે.
આમ ઉપર્યુકત પ્રાણ સમાન પડતર પ્રશ્ર્નોનો સુખદ ઉકેલના પરિપત્રો આગામી સમયમાં નહિ થાય તો ના છૂટકે પરીક્ષા પહેલા ગુજરાત રાજય માધ્ય. શિક્ષક સંઘ મહામંડળના માર્ગદર્શન હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રાહ લેવો પડશે તેમ જણાવાયું છે.