ક્રૂડના ભાવ ધટાડાનો લાભ જનાને મળ્યો નથી

સરકારની અણધડ નીતિના પાણે લોકો હેરાન થાય છે: એનસીપીનું કલેકટરને આવેદન

પેટ્રોલ ડીઝલના ભાવમાં સરહદ ધટાડો  નહી કરે તો એનસીપી આંદોલન છેડશે તેવી ચીમકી આપી છે.

એનસીપીના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ સત્યેન એમ.પટેલે કલેકટરને એક આવેદન પાઠવી જણાવ્યું છે કે આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ઘટયો છતાં દેશમાં સરકાર દ્વારા સામાન્ય નાગરીકોને મોંધા ભાવથી પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યા છે. અન્યાય કર્તા છે. આર્થિક રીતે દેશ સંપૂર્ણ મંદીમાં રૂપિયો ડોલરની સામે નીચે ગયો છે જેથી ક્રૂડમાં ધટતા ભાવનો લાભ સામાન્ય નાગરીકોને મળતો નથી. કારણ ડોલરનો ભાવ સેન્ચુરી નજીક સરકી રહ્યો છે. ડીઝલના વધતા ભાવને લીધે મોંધવારી વધી રહી છે. જેથી આમ જનતાનું બજેટ ખોરવાઇ જાય છે જેનું મુખ્ય કારણ સરકારની અણધડ નીતિઓ છે. રૂપિયો તૂટે છે ત્યારે વિદેશી હુંડીયામણની ઓછી જરૂર પડે તે રીતે આયોજન થવું જોઇએ સામાન્ય નાગરિકોને રાહત મળે તે માટે ડીઝલ-પેટ્રોલ પરના તોતીંગ ટેકસમાં રાહત આપવી જોઇએ. જેથી સામાન્ય નાગરિક પેટ્રોલ-ડીઝલનો કરકસરથી ઉપયોગ કરે અને રાહતે મેળવી શકે. સરકાર સત્વરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધટાડો નહીં કરે તો એન.સી.પી. લડત ચલાવશે.

નાગરીકોને તેમનો અધિકાર મળે અને તેમને થતો અન્યાય અટકે તેમજ નાગરીક દ્વારા સીધો કે પરોક્ષ કરવેરો આપવામાં આવે તેની સામે  સુવિધાઓ મળવી જોઇએ ખાસ મુશ્કેલીના સમય કે જયારે સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન બધા જ લોકો પોતાના ધંધા રોજગારથી વંચિત રહી ગયા છે તેવા સમયે આરોગ્ય, શિક્ષણ , સુરક્ષા અને સમાજ કલ્યાણના ફાયદાઓ સરકારદ્વારા મળવા જોઇએ. આ સુવિધાઓ સરકારે વ્યવસ્થિત રાખવી જોઇએ. સરકાર જનતા પાસેથી વિવિધ પ્રકારનાં કરેલ છે તો તેની સામે નાગરીક સુવિધાખો આપવા બંધાયેલ છે. આવી સુવિધાઓ આપો નહિંતરે સત્તા છોડી દો એનસીપીએ જણાવ્યું છે.

એન.સી.પી. દ્વારા વીજળી બીલ, ટેકસ બીલ બાળકોની શિક્ષણ ફ્રી વગેરેની સંપૂર્ણ માફી કરવા માગણી કરી છે. શાળાઓમાં હાલમાં રજા છે તો પૂરી ફ્રી કઇ રીતે લઇ શકાય?

ધંધા રોજગાર બંધ જ હતા ત્યારે વીજળી બિલ અને હાઉસ ટેકસ કરી રીતે લઇ શકાય ? તેવા સવાલ પણ ઉઠાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.