શહેરની સૌથી જુની ગ્રાન્ટેડ શાળા કમાણી ફોરવર્ડ હાઇસ્કુલના વર્ગો બંધ થતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનની ચીમકી
અમરેલી શહેરમાં આવેલી સૌથી જૂની ગ્રાન્ટેડ સરકારી સંસ્થા કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ વિજ્ઞાન પ્રવાહના અગિયારમા ધોરણના વર્ગો ગુજરાત સરકારે બંધ કર્યા છે. નવાઇની વાત તો એ છે કે, કોરોના કાળમાં જ જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માસ પ્રમોશન અપાયું છે ત્યારે સામે એડમિશન લેનારા વિદ્યાર્થીઓને સંખ્યામાં આંકડા સામે રજીસ્ટ્રેશન સ્કૂલમાં તો પણ આ 11 માં ધોરણ વર્ગ બંધ કરી અમરેલી સાથે અન્યાય થઇ રહ્યો છે.
કમાણી ફોરવર્ડ સ્કૂલમાં પૂરતો સ્ટાફ મહેકમ હોય ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહને અનુકૂળ આધુનિક લેબ ,સાયન્સ વિષયના તમામ વિષય વાઇઝ શિક્ષકો હોય, આધુનિક સ્કૂલની બિલ્ડીંગ જરૂરિયાત પ્રમાણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહને લાગતી તમામ સુવિધાઓ હોય તો પણ આ વર્ગો બંધ કરીને પ્રાઇવેટ સ્કૂલને આ ગુજરાત સરકાર પ્રોત્સાહન આપે છે તેવું સાબિત કર્યું છે .ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રાઈવેટમાં મસમોટી ફી ચૂકવવી પડે છે ત્યારે સમાજમાં વસતા દરેક લોકોને આર્થિક બોજ સહન કરવો પરવડે તેમ નથી.
આવા વર્ગો બંધ થવાથી ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ સહિત માનવ સમાજમાં વસતા દરેક ઘરના દીકરા-દીકરીને ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહ માં ભણવું એક સપનું બની જશે. આ વર્ગો તાત્કાલિક પુન:જીવિત થાય તેવો અમરેલી શહેર તથા જિલ્લાના લોકોના હિત માટે શરદ ધાનાણીની અને સંદીપ પંડ્યાએ માંગ કરી છે. તેમજ આગામી દિવસોમાં આ વર્ગ ચાલુ કરવામાં નહીં આવે તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેમજ અંતમાં જણાવ્યું હતું.