રાજકીય ઘર્ષણ વધારવાનું હવે દેશના હિતમાં નહિ લેખાય લડખડાતી લોકશાહી વધુ શિથિલ બનવાનો ગંભીર ખતરો!
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી પાંચ વર્ષમાં ભારતને ‘વિશ્ર્વગુરુ’બનાવવાની તમન્ના ધોષિત કરીને એને મૂતિમંત કરવાની ઉતાવળમાં હોવાનો ખ્યાલ ઉપસ્યા વિના રહેતો નથી. સવા અબજ લોકોના આ દેશમાં દબદબાભેર લોકસભાની ચૂંટણી જીતીને તેમણે તેમની અસાધારણ પ્રજાપ્યિતા સિઘ્ધ કરી છે અને હવે ‘પગ વાળીને નહિ જ બેસવાનો’ સંકલ્પ કર્યો હોય તેમ તેમણે કર્મચારીઓ કિસાનો કામદારો , શ્રમિકો, કારખાનેદારો વગેરેના ઉત્કર્ષને લગતા પગલાં લેવાનો મહત્વાકાંક્ષી નકશો તૈયાર કરી લીધાના અહેવાલો બહાર આવ્યા છે.
લાભ-નુકશાનનાં તમામ પાસાંઓ ચકાસીને જ આ મુદ્દે નિર્ણય લેવામાં ડહાપણ!
આની સાથે સાથે તેઓએ દેશમાં રાજકીય ક્રાંતિ અને મહત્વના બદલાવની દિશામાં પણ પ્રયાણ શરુ કરી દીધું છે.
તેમણે દાખવેલી અગ્રતામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરવાના વિચારને રમતો મૂકી દીધો છે.
વડાપ્રધાન શ્રી મોદીએ આ બાબતમાં એક સર્વપક્ષી બેઠક યોજીને સહુ કોઇના દ્રષ્ટિકોણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં એક સાથે ચૂંટણી કરવાના મુદ્દે વિપક્ષોનાં સૂચનો જાણવા એક પેનલ રચવાનો તેમનો ઇરાદો હોવાનું જાણી શકાયું છે.
બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક પેનલની રચના કરશે અને પેનલ સમય મર્યાદામાં સુચનો આપશે. રક્ષામંત્રીએ કહ્યું હતું કુ, દેશમાં લોકસભા અને વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરવાના વિચારને બેઠકમાં ઉ૫સ્થિત મોટાભાગના રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા રચવામાં આવનાર પેનલ દ્વારા એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવનો ઝીણવટથી અભ્યાસ કરીને સુચનો કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ બેઠકમાં સંસદમાં જુદા જુદા પક્ષોના પ્રતિનિધિઓ ઉ૫સ્થિત રહ્યા હતા. જો કે મોટાભાગના મોટા પક્ષોના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમના બેનર્જી, બસપના વડા માયાવતી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, ડીએમકેના એમકે સ્ટાલિન, ટીડીપીના વડા ચંદ્રશેખર રાવ અને શિવસેના વડા ઉઘ્ધવ ઠાકરે તેમજ દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગેરહાજર રહ્યા હતા. માયાવતીએ ગઇકાલે જ ટિવટ કરીને કહ્યું હતું કે, તેઓ આ મિટીંગમાં ઉ૫સ્થિત રહેશે નહીં, જો કે મોટાભાગના રાજકીય પક્ષોના નેતાઓ ગેરહાજર રહેતા આ મીટીંગ બીનઅસરકારક સાબિત થઇ હતી. કહેવાય છે કે મોદીએ એક રાષ્ટ્રએક ચૂંટણીના વિચાર ૨૦૨૨ માં સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી અને આ વર્ષે મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિને અલગ રીતે ઉજવવાના હેતુસર ચર્ચા વિચારણા માટે આ બેઠક બોલાવી હતી. લોકસભા અને રાજયસભાના સભ્યો પૈકી કોઇ સભ્ય ધરાવનાર તમામ રાજકીય પક્ષોના નેતાઓની આ બેઠક યોજવામાં આવી હતી. એનસીપીના નેતા શરદ પવાર, સીપીએમના સીતારામ યેચુરી, સીપીઆઇના ડી.રાજા, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતીશકુમાર, શિરોમણી અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલ, ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજેડીના નેતા નવીન પટનાયક, નેશનલ પિપલ્સ પાર્ટીના નેતા સાંગ્મા આ બેઠકમાં ઉ૫સ્થિત રહ્યા હતા. બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પીડીપીના નેતા મહેબુબા મુફતી, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા પણ ઉ૫સ્થિત રહ્યા હતા. અબ્દુલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે મોદી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકને લઇને વિરોધ પક્ષોએ ચિંતા વ્યકત કરી હતી.
આ અહેવાલ ઉપરથી એવું લાગે છે કે તે ઉપર છલો અને અધુરા અપૂરતો હોવાનો ખ્યાલ ઉપસાવે છે.
તાજેતરની લોકસભાની ચૂંટણીની પવિત્રતા વિષે મમતા અને અનય વિરોધ પક્ષોએ આશંકા દર્શાવી છે. આ મામલો ચૂંટણીપંચ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો હતો.
લો કમિશ્નરે કહ્યું છે કે એક સાથે ચૂંટણી કરવાથી સારી પેઠે નાણાં બચી જશે,
જો કે, આ દરખાસ્તને લગતા મુસદ્દામાં એવું દર્શાવાયું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં અને બંધારણના હાલના માળખાની અંદર એક સાથે ચૂંટણી યોજવાનું શકય નથી.
કેન્દ્ર સરકારે તે પછી પણ સમયે સમયે આ વિચારને રજૂ કર્યા કર્યો છે, જેણે રાજકીય પક્ષોમાં ચર્ચા જગાડી છે.
વડાપ્રધાનને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાની અપીલે વિરોધ પક્ષોમાં અને રાજકીય ક્ષેત્રમાં ચર્ચા જગાવી છે. વિપક્ષોને આમાં ફસાઇ જવાની બીક લાગે છે અને વડાપ્રધાન તથા તેમના સાથીઓની ‘પ્રપંચી જાળ’ નું આમાં દર્શન થાય છે.
હાલનુ ચૂંટણી પ્રથા રાજકીય પ્રપંચ થી મુકત નથી એવી નારાજી વચ્ચે વિરોધ પક્ષો આ પ્રથાનો વિરોધ કરે છે. અને અત્યારે પણ લડખડાતી રહેલી લોકશાહી વધુ શિથિલ અને વધુ દયાજનક બની જશે.
દેશના વર્તમાન સ્થિતિ સંજોગોમાં રાજકીય ધર્ષણ વધારવાનું હવે દેશનાં હિતમાં નહિ લેખાય.
આ પગલા સાથે સંકળાતાં લાભ-નુકશાનનાં તમામ પાસાંઓ ધકાસીને જ અને ‘સો ગરણે ગાળીને’જ એને લગતા આખરી નિર્ણય લેવાનું ડહાપણભર્યુ લેખાશે!
રામ જન્મભૂમિ મંદીર નિર્માણ, કાશ્મીરને લગતી બંધારણની કલમ ૩૭૦ ની નાબુદી, મહિલા અનામત ખરડો, સમાન નાગરીક, ધારો, ચોમાસાની ભૂલભૂલામણી, બેસુમાર ભ્રષ્ટાચાર અને કારમી મોંધવારી અને ઇરાન-અમેરિકા વચ્ચે લટકતી તંગદીલી, અને પડોશી રાષ્ટ્રો સાથે સતત તણાવનો માહોલ, ઘર આંગણે અને વિદેશી દેણાંનો અસાધારણ બોજ સંભવિત આતંક હુમલા, કાળઝાળ ગરીબી વગેરે પડકારો વચ્ચે ઘર આંગણે ધર્ષણ વધારવાનો અભરખો આપણા દેશને નહિ પોસાય…..
છેલ્લે એવી લાલબતી ધરવાની કે તાજેતરની લોકસભાની ચૂંટણી વખતે દેશમાં કોઇ એકાદ રાજયમાં પણ એક જ તબકકાનું મતદાન શકય બન્યું ન હોતું, અમુક ઠેકાણે તો મતદાનને પાંચ તબકકામાં વહેચવું પડયું હતું. ચૂંટણીની કુલ પ્રક્રિયા પંદર દિવસના લાંબા ગાળા સુધી ચાલી હતી. સુરક્ષા, સલામતી અને વ્યવસ્થાની ગોઠવણો માટે આવ પરિસ્થિતિ સર્જાઇ હતી.
આ બધાંની વચ્ચે ચૂંટણી ધારામાં સુધારાનો અવાજ ઊઠયો હતો અને મતદાન મશીનોમાં અપવિત્રતા અને પ્રપંચની ફરીયાદો ઊઠી હતી.
હવે એક સાથે ચૂંટણીની હિલચાલ શરુ થઇ છે ત્યારે આ બધું આડખીલીરુપ બને એમાં શી નવાઇ?