Abtak Media Google News

રાજકોટ શહેરથી 14 કિ.મી. દૂર ઢોલરા ગામમાં 27 વર્ષથી કાર્યરત સમર્પણ ચેરી. ટ્રસ્ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડીવૃધ્ધાશ્રમ “દીકરાનું ઘર” વડીલોની સેવા મા-બાપ વગરની દિકરીઓના લગ્ન, રક્તદાન, દેહદાન, સાહિત્યિક પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત બાન લેબ્સના મૌલેશભાઇ ઉકાણીના સહયોગથી થેલેસીમીયા પીડીત બાળકો માટે હમેંશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા 130 જેટલા થેલેસીમીયાગ્રસ્ત બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવી છે.

થેલેસેમિયા લોહીનો વારસાગત રોગ છે. તમામ ધર્મ અને જ્ઞાતિમાં આ રોગ જોવા મળે છે. થેલેસેમિયા જીવલેણ રોગ છે અને સારવાર અતિ ખર્ચાળ છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મહિનામાં બેવાર નિયમિત લોહી ચડાવવું પડે છે. રાજકોટ શહેર અને જીલ્લામાં 800થી વધુ થેલેસેમીક બાળકો છે. લોહીના વારસાગત રોગ થેલેસેમિયા ભોગ બનેલા થેલેસેમીક બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવાના શુભાશયથી શહેરના સફળ ઉદ્યોગપતિ બાન લેબ્સના ચેરમેન તેમજ શહેરની અસંખ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા જાણીતા દાતા મૌલેશભાઈ પટેલના સંપૂર્ણ આર્થિક સહયોગથી રૂપિયા પાંચ લાખના ખર્ચે બાળરાજાઓ રાજીના રેડ થઇ જાય તેવી નવી સાઇકલ 130 થેલેસેમિયા પીડિત બાળકોને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ 03/07 બુધવારના સાંજના પાંચ વાગે શહેરના કાલાવડ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં યોજવામાં આવેલ સાયકલ વિતરણ કાર્યક્રમમાં બાળકોને અર્પણ કરવામાં આવશે. 130 થેલેસેમીક બાળકોને શહેરના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બાન લેબ્સના ચેરમેન મૌલેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ, જાણીતા બિલ્ડર જગદીશભાઈ ડોબરીયા, બિલ્ડર ગુણવંતભાઈ ભાદાણી, જૈન અગ્રણી જયેશભાઈ શાહ સોનમ ક્વાર્ટઝ, જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઈ પાબારી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે સાયકલ વિતરણ કરવામાં આવશે. સંસ્થાની ઈશ્ર્વરના દૂત સમા થેલેસેમીક બાળકોને નવી સાયકલ લઇ આપવાના આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્યને બિરદાવી થેલેસેમિક બાળકોનું જીવન નિરામય બની રહે વેદના હળવી થાય તેવા આશીર્વાદ વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો તેમજ ધર્માચાર્યોએ પાઠવેલ છે.

આ ગરિમા પૂર્ણ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, નીદતભાઈ બારોટ, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ, વસંતભાઈ ગદેશા, કીરીટભાઈ પટેલ, હરેશભાઈ પરસાણા, સુનિલભાઈ મહેતા, ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, રાકેશભાઈ ભાલાળા સહિતના ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના સ્થાપક અને શહેર ભા.જ.પ ના અધ્યક્ષ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, સુનિલ વોરા, કિરીટ આદ્રોજા, નલિન તન્ના કાર્યરત છે.

લોકોની સેવા અને સારા કાર્યો થાય તેવી લોકોને અપીલ: જય ઉકાણી

મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા હંમેશાં અનેક આવા કાર્યો થતા આવ્યા છે. જન હિતમાં આવા કાર્યો થતા આવ્યા છે તેમાંનું આ એક કાર્ય છે. દીકરા નું ઘર દ્વારા એક ખૂબ જ સરસ કાર્ય થવા જઈ રહ્યું છે. તેના સહભાગી અમને બનાવ્યા તે બદલ દીકરાના ઘરને પણ ખુબ ખુબ ધન્યવાદ પાઠવું છું. થેલેસેમિયા પીડિત 130 બાળકોને સાયકલ આપવામાં આવી છે. લોકોની સેવા અને સારા કાર્યો થાય તેવી લોકોને અપીલ છે.

થેલેસેમિયા પીડિત 800થી વધુ બાળકોને સાયકલ અપાશે: અનુપમ દોશી

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા થેલેસેમીયાનો ભોગ બનેલા 130 બાળકોને સાયકલ આપવામાં આવી છે. થેલેસેમિયાના બાળકોનો રક્ત ખોરાક હોય છે. પરિવારજનોની સ્થિતિ સારી ન હોવાથી બાળકોને સાયકલ નથી અપાવી શકતા. દાતાઓના સહયોગથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં થેલેસેમિયા પીડિત 800થી વધુ બાળકોને સાયકલ આપવાનું નક્કી કર્યું છે. મૌલેશભાઈ પટેલ દ્વારા પાંચ લાખના ખર્ચે 130 બાળકોને સાયકલ આપવામાં આવી. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

થેલેમિયાગ્રસ્ત બાળકોને સમાજની હૂંફ  અને જરૂરિયાત સમયે તેને રક્ત મળે:મુકેશ દોશી

છેલ્લા 27 વર્ષથી રાજકોટના ભાગોળે ઢોલરા ગામે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વાર અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. 170 થી વધુ કાર્યકર્તાઓની ટીમ છે. સમાજના છેવાડાના માનવી સુધી ઉપયોગી સેવાકીય પ્રવૃતિ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. રક્તદાન, ચક્ષુદાન અને દેહદાન સંસ્થાની ખૂબ પ્રિય પ્રવૃત્તિ છે. રક્તદાનએ નવા જમાનાની નવી જવાબદારી છે તેવું અમારું સૂત્ર છે. આ સૂત્રને ઘરે ઘરે ગુજતું કર્યું છે એક ફેમિલી એક રક્તદાતા સૂત્ર હેઠળ. થેલેસેમિયાના પીડિત બાળકો છે કુદરતે તેમની સાથે અન્યાય કર્યો છે તેવા બાળકો પોતાના જીવનમાં આનંદ અને ઉત્સાહથી રહે. થેલેમિયાના બાળકોને સમાજની હૂફ મળે અને જરૂરિયાત સમયે તેને રક્ત પણ મળી રહે તે માટે સંસ્થા દ્વારા છેલ્લા 25 વર્ષથી તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. થેલેસેમિયાના બાળકો માટે પ્રવાસ, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે 130 બાળકોના જીવનમાં આનંદની લહેર આવે તેવા હેતુથી સાયકલ આપવામાં આવી. મૌલેશ ભાઈ ઉકાણીનો સહયોગ મળ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.