તાજેતરમાં રાજકોટની જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા જામનગરના નામાંકિત બ્રાસ પાર્ટ ઈન્ડસ્ટ્રી સાથે એમપ્લોયમેન્ટ ઓપર્ચ્યુનીટી, સમર-વિટર ઈન્ટર્નશીપ અને ફેકલ્ટી ટ્રેનીંગ જેવી બાબતો અંગે એમઓયુ કરવામાં આવ્યું છે.
આ અંગે જણાવતા ગાર્ડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણ શાહે જણાવ્યું હતું કે, રાજકોટથી એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ આ ઈન્ડસ્ટ્રીમાં કરીયર બનાવવા માંગતા હોય તો તેમના માટે ઉતમ તકો ઉપલબ્ધ કરાવવા આ એમઓયુ ઘણુ અગત્યનું સાબિત થશે.
જેમાં ગાર્ડી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સમર અને વિટર ઈન્ટર્નશીપ બીઈ મીકેનીકલના વિદ્યાર્થીઓ માટે એમ્પ્લોયમેન્ટ ઓપર્ચ્યુનીટી ઉપલબ્ધ કરાવવી તેમજ ગાર્ડી વિદ્યાપીઠના ફેકલ્ટીઓને ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ પુરી પાડવી અને વિદ્યાર્થીઓના અભ્યાસના ભાગરૂપે કરાવવામાં આવતી ઈન્ડસ્ટ્રીયલ વિઝીટને પણ આ કરાર દ્વારા ઉપલબ્ધ કરાવાશે.
આ એમઓયુ બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સીપાલ પ્રો.વિરાંગ ઓઝા, ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેલના હેડ પ્રો.રૂષભ કોઠારી અને સુજાતા બ્રાસ કમ્પોનન્ટ પ્રા.લી.ના દયાલજીભાઈ નકુમ, મનજીભાઈ નકુમ અને સુજીતભાઈ નકુમ દ્વારા કરવામાં આવ્યા છે. આ એમઓયુની સફળ કામગીરી બદલ સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને એકઝીકયુટીવ ટ્રસ્ટી સૌરભ શાહ દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com