હારશે કોરોના, જીતશે રાજકોટ
કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે
રાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયા કોરોના મહામારીથી બચવા માટે લોકોને સ્વયં જાગૃત બનવાનો પ્રેરક સંદેશ આપતા કહે છે કે, કોરોના મહામારી માત્ર આપણા શહેરમાં કે રાજ્યમાં કે રાષ્ટ્રમાં જ છે એવું નથી. આ મહામારી સમગ્ર વિશ્વ ઉપર આવી છે. ત્યારે આપણે સૌએ તેનાથી ગભરાયા વિના તેનો સામનો કરવાનો છે.
કોવીડ – ૧૯ થી આપણે જો બચવું હશે તો આપણે સ્વયં જાગૃત બનવું પડશે અને સરકારે જે ગાઈડ લાઈન બહાર પાડી છે. તેનું પાલન કરવાની સાથે આપણે સૌએ પણ જરૂરી તકેદારી પણ રાખવી પડશે. આપણા હાથ સાબુ – સેનેટાઈઝરથી સાફ કરવાની સાથે જ્યારે પણ આપણને ખાંસી કે છીંક આવે ત્યારે આપણા મોઢાને રૂમાલથી ઢાંકી દેવું જોઈએ.
આ ઉપરાંત સાત્વીક ખોરાક લેવાની સાથે નિયમિત કસરત પણ કરવી જોઈએ જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને આપણે કોરોનાથી બચી શકીશું. આપણે આટલી બાબતોનું સારી રીતે ધ્યાન રાખીશું તો બહુજલદી હારશે કોરોના, જીતશે રાજકોટ.