લાઈબ્રેરીમાં ૨૦ હજારથી વધુ પુસ્તકો ૨૨૫ સામયીકો, ૯૧૦૦ સીડી/ડીવીડી સાથે સંદર્ભગ્રંથો, એનસાઈકલોપીડીયા, શબ્દકોશ, ઈયરબુક, એટલાસ પણ ઉપલબ્ધ
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અપાતો મોતીભાઈ અમીન એવોર્ડ ૨૦૧૬-૧૭માં એવોર્ડ સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા સંચાલિત રોટરી મીડટાઉન લાઈબ્રેરીને આપવામાં આવ્યો અને આ લાઈબ્રેરીમાં ઉત્તમ સેવાઓ આપવા માટે શ્રેષ્ઠ ગ્રંથપાલનો એવોર્ડ રોટરી મીડટાઉન લાઈબ્રેરીના ગ્રંથપાલ પ્રિતીબેન પરમારને આપવામાં આવ્યો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી ચાલતી રોટરી મીડટાઉન લાઈબ્રેરીની સ્થાપના ૨૦૦૬ના રોજ થઈ હતી. આ સાર્વજનિક ગ્રંથાલયનો અનેક વિદ્યાર્થીઓને પોતાનું કેરીયર ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. શહેરીજનોને જ્ઞાન, કલ્પના અને પ્રેરણાની પાંખે ઉન્નત ઉડાન ભરી તેમના જ્ઞાનમાં તથા તેની કાર્યદક્ષતામાં વૃધ્ધિ કરે છે.
રોટરી મીડટાઉન લાઈબ્રેરીમાં ઉત્તમોત્તમ કક્ષાના પુસ્તકો, સામાયીકો તેમજ સંગ્રહ છે. લાઈબ્રેરીની શ‚આત ૨૦૦૦ પુસ્તકો, ૬૦ સામાયીકો અને ૮૦૦થી વધુ અને ૫૮૩ સભ્યોના સમાવેશથી થયેલી જે આજની તારીખમાં વધીને ૨૦૦૦૦ પુસ્તકો, ૨૨૫ સામાયીકો અને ૯૧૦૦ અને ૧૦,૦૦૦ સભ્યો સુધી પહોંચી છે.
આ ઉપરાંત લાઈબ્રેરીમાં સંદર્ભ ગ્રંથો જેવા કે એનસાઈકલોપીડીયા, દરેક વિષયને લગતા શબ્દકોશો, ઈયર બુક, એટલાસ વગેરેનો સમાવેશ થાય છે. લાઈબ્રેરીમાં સંગ્રહમાં નાના ભુલકાઓથી માંડીને યુવાનોને લગતી શૈક્ષણિક સીડી, અનેક દેશોનો પ્રવાસ કરાવતી તેમજ વિવિધ ભાષાઓ શીખવતી સીડી, હેલ્થ યોગાની, મેનેજમેન્ટની લગતી, ફિલ્મો અને સંગીતને લગતી, ઓડીયો બુકસ, ડ્રામાને લગતી વગેરે વિશાળ સંગ્રહ છે. રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા ડ્રામા કલબ, ડીબેટ કલબ, મધર્સ કલબ, રીડીંગ કલબ, ચીલ્ડ્રન કલબ, રાજકોટ સાયકલ કલબ જેવી અલગ અલગ કલબ ચલાવવામાં આવે છે.