• માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું જીવન લાગણી અને આરોગ્ય માટે ખરા અર્થમાં બને છે આશિર્વાદરૂપ
  • સ્ત્રીઓમાં, સ્તન કેન્સર, અંડાશયના કેન્સર,  ડાયાબિટીસ અને હૃદય  સંબંધિત રોગોનું જોખમ ઘટાડે
  • વિશ્વ સ્તનપાન દિવસ મહિલાઓમાં જાગૃતિ આવે એ ઉદ્દેશથી ઉજવવામાં આવે

વિશ્વ સ્તનપાન સપ્તાહ દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉજવાય છે. સ્તનપાન પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી દુનિયાભરમાં સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવાય છે. સ્તનપાન સપ્તાહ દરમિયાન નવજાત બાળકો માટે માતાના દૂધના મહત્વ વિશે માહિતી આપવામાં આવે છે. નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે. માતાનું દૂધ બાળકોને કુપોષણ સહિત અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે. સ્તનપાનને પ્રોત્સાહન આપીને બાળ મૃત્યુદર ઘટાડી શકાય છે.

માતા બનવું અને બાળકને સ્તનપાન (ઇયિફતિં રયયમશક્ષલ) કરાવવું તે જગતની માતા બનતી મહિલા માટે જીવનનો સર્વોતમ લ્હાવો હોય છે. એક માતા જ્યારે બાળકને વાત્સલ્યથી છાતીએ વળગાડીને દૂધ પીવડાવી રહી હોય તે દ્રશ્ય સૌથી પવિત્ર માનવામાં આવે છે,

આ સપ્તાહ દરમિયાન મહિલાઓને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તેઓ બાળકોને જન્મથી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીડાવે. બાળકના જન્મ બાદ માતાના સ્તનમાંથી પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) એટલે ઘટ્ટ, પીળું દૂધ જે બાળકના જન્મથી થોડા દિવસોમાં (4 થી 5 દિવસમાં) ઉત્પન્ન થાય છે, તેમાં વિટામિન્સ, એન્ટિબોડીઝ, અન્ય પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. આવું દૂધ બાળક માટે અમૃત સમાન માનવામાં આવે છે.

નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) અનુસાર નવજાત શિશુને જન્મ પછી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ.

જન્મ પછી નવજાત માટે સૌથી મહત્વની વસ્તુ માતાનું દૂધ છે. મહિના સુધી બાળકોને માત્ર માતાના દૂધ પર રાખવાની સલાહ આપવામાં આવે છે. જો બાળકને માતાનું સારું દૂધ મળે તો તેને જીવનભર ઘણી બીમારીઓ થતી નથી. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે.

સ્તનપાન કરાવતી માતાએ પૌષ્ટિક આહાર લેવો

સ્તનપાન કરાવતી માતાએ હંમેશા લીલા શાકભાજી કઠોળ જેવા પૌષ્ટિક આહાર  લેવો જોઈએ તેમજ મહિલાઓની સાથે-સાથે પુરૂષોએ પણ તેમના આહારનું ધ્યાન રાખવા માટે જાગૃત થવું પડશે. તેમને આરામ કરવા માટે સમય આપો. કારણ કે માતાનું દૂધ ત્યારે જ સારું બને છે જ્યારે તેનો ખોરાક સારો હોય અને તેને આરામ મળે.

માતાને સ્તનપાન કરાવવાથી લાભ

સ્તનપાન માત્ર બાળક માટે જ નહી પણ માતા માટે પણ લાભદાયી હોય છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના એક સંશોધન અનુસાર દૂધ પીવડાવતી મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 10 ગણુ ઓછું થાય છે. સ્તનપાન શિશુના જન્મ પછી થતી લોહીની ઉણપને ઓછી કરે છે. પ્રસૂતિ દરમિયાન પ્રસુતાઓના સૌથી વધુ મોત વધુ રક્તસ્ત્રાવના કારણે થાય છે, જેને તબીબી ભાષામાં ‘પોસ્ટમોર્ટમ હેમરેજ’ કહે છે. જો પ્રસૂતિ પછી તરત માતા સ્તનપાન કરાવે તો ઓક્સિટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જેનાથી મહિલાનું ગર્ભાશય સંકોચાય છે. તેનાથી પ્રસવ પછી વધુ પડતા રક્તસ્ત્રાવની આશંકા ખૂબ ઓછી થઈ જાય છે. ગર્ભાશયને તેના પૂર્વ આકારમાં આવવામાં મદદ કરે છે. માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું જરૂરી છે. સ્ત્રીઓમાં, તે સ્તન કેન્સર, અંડાશયના કેન્સર, પ્રકાર 2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. વિશ્વ સ્તનપાન દિવસ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે

  • વિશ્ર્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવાપી પ્રારંભ કરાવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે
  • ભારત સહિત વિશ્વભરમાં તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી  ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવાપી પ્રારંભ કરાવ્યો હતો. આજે રાજ્યભરની હોસ્પિટલોમાં પદાધિકારીઓ તથા અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ થયો છે.
  • મંત્રી ભાનુબેને માતાઓને સ્તનપાનનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, જન્મ બાદનું પ્રથમ દૂઘ-માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે. જેથી આપણે ગળથુથી જેવા પારંપરિક રિવાજો બંધ કરી જન્મના પ્રથમ કલાકમાં માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે અને બાળકોના સ્વાસ્થ્યને વધુને વધુ સુદ્રઢ બને તે માટે  જાગૃતિ લાવવા વર્ષ 1992થી  વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી.
  • બાળકના જન્મ પછી તરતજ માતાનું ઘટ્ટ પીળુ દૂધ નવજાત શિશુને આપવું જોઈએ. આ દૂધ બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ મહત્વનું છે. બાળકોને જન્મથી પ્રથમ છ મહિના સુધી માત્ર માતાના દૂધ પર જ રાખવું જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
  • આ પ્રસંગે મંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ગાયનેક વોર્ડની મુલાકાત કરી શિશુઓની માતા સાથે સ્તનપાનના ફાયદા વિશે સંવાદ કરી કિટ વિતરણ કર્યું હતું. કાર્યક્રમ બાદ હોસ્પિટલ કેમ્પસમાં મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર  મીરાબેન પટેલ, ધારાસભ્ય  રીટાબેન પટેલ ઈંઈઉજ કમિશનર  રણજીતકુમાર સિંહ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમીશનર  જે. એમ. ભોરણીયા, ઈંઈઉજ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

1991માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એક્શનની રચના કરાઇ

ઓગસ્ટ 1990માં વિશ્વ આરોગ્ય સંસ્થા (ઠઇંઘ), યુનિસેફ સહિત અનેક સંસ્થાઓએ સ્તનપાનને સુરક્ષિત કરવા, પ્રોત્સાહન આપવા અને સમર્થન આપવા માટે સંયુક્ત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 1991માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એક્શન ની રચના કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સ્તનપાન સપ્તાહ માત્ર એક જ દિવસે ઉજવવામાં આવશે. પરંતુ પછી તેને આખા અઠવાડિયા સુધી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રથમ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઓફિશિયલી રીતે 1992 માં યોજવામાં આવ્યું હતું. તે વર્ષે 70 દેશોએ નવી પહેલની ઉજવણી કરી, હવે તેમાં 170 દેશો ભાગ લઈ રહ્યા છે.

સ્તનપાન ન કરાવી શકવાના ઘણા કારણો

સ્તનપાન ન કરાવી શકવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમા સ્વાસ્થ્ય સંબંધી અને   કેટલીક વખત તેને લગતા કેટલાક સ્તનપાન માટે જરૂરી સમય ન કાઢી શકવા જેવા કારણો  પણ સામેલ છે.  વાસ્તવમાં સ્ત્રીએ કુટુંબમાં ઘણી જવાબદારીઓ નિભાવવી પડે છે. બીજી તરફ જો સ્ત્રી નોકરી  કરતી હોવાથી તેણે માતાને  પરિવારનો સાથ ન મળે તો તેના બાળકના  સ્તનપાન પર પણ અસર પડે છે.

બાળકો માટે સ્તનપાનના ફાયદા

બાળકો માટે સ્તનપાન કરાવવાથી મજબુત રોગ પ્રતિકારક સ્કિલકસનું   નિવારણ  શરદી અને શ્વસન સંબંધી રોગો જેમકે ન્યુમોનીયા, શ્વસન સિસીટીપલ વાયરસ અને હુપિંગ કફની  રોકથામ સ્તનપાન કરાવતા બાળકો એકંદરે  ઓછુ રડે છે અને બાળપણમાં  બિમારીના ઓછા કિસ્સાઓ હોય છે.સ્તન દૂધમાં એન્ટિબોડીઝ હોય છે જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. માતાનું દૂધ નવજાત શિશુની અંદર શક્તિ ભરવાનું કામ કરે છે. તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય માતાનું દૂધ પીવાથી બાળકોમાં અસ્થમા અને એલર્જીનું જોખમ પણ ઓછું થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.