માં એટલે દુનિયાનો સૌથી મધુર શબ્દ, ઈશ્વર ખુદને પણ જન્મ લેવા માટે માં ની જરૂર પડે છે આ મધર ડે તમે પણ કરો કઈક અલગ જેથી તમારા માતાને પણ વધુ સુખની અનુભૂતિ થાય, આ મધર ડે તમારા મમ્મીને આપો સ્પેશિયલ ગીફ્ટ જેથી મધર ડે નો સાચો અર્થ સાર્થક થાય.
તમારા માતાએ તમારી દેખરેખ સારી થાય તે માટે નોકરી છોડી દીધી હશે તો તેને પાછો ઉત્સાહ વધારીને નોકરી કરવામાં મદદ કરવી જોઈએ.
માતાએ બાળકોને મોટા કરવા માટે બહુજ સંધષ કર્યો હોય છે માટે તેની વધતી ઉમર સાથે તેને મદદ થાય તેવા ઉપકરણોને ધરમાં લઈને મદદ કરવી જોઈએ.
માતાનું ઋણ ચુકવવુંએ અશક્ય છે પરતું આ દિવસને યાદગાર બનવવા માટે તમે તમારા માતા ગમતા અને પ્રિય સ્થળે લઈ જાય શકાય છે અને વધુ માં તેમના ગમતા રેસ્ટોરન્ટમાં જમવા માટે અથવા એક દિવસ માતા બધાય કામ રજા આપીને આરામ આપવો જોઈએ.
માતા માટે જેટલું કરીએ એટલું ઓછુ છે પરતું માં ને તેમના માવતરામાં પણ આ દિવસે લય જાય શકાય જેથી તેમની જૂની યાદો અને માતા તથા તેમની જૂની બહેનપણીને મલાવીને પણ આ દિવસની ઉજવણી કરી શકાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com