રાજ્યમાં ઘણી જગ્યાએ બાળકને તરછોડી દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જામનગરમાં આજ રોજ વધુ એક બાળકને તરછોડવાની ઘટના સામે આવી છે જેમાં પોતાનું પાપ છુપાવવા માટે બાળકને તરછોડીને માતા ફરાર થઈ ગઈ હતી. રાત્રીના અંધકારમાં બાળકના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જી.જી હોસ્પિટલના ગેટ બાજુના PCO પાસની છે જ્યાં માતૃત્ત્વને લજવતી ઘટના સામે આવી હતી. માતા બાળકને રોડ ઉપર જન્મ આપ્યો હતો અને ત્યરબાદ નવજાતને ત્યજી માતા ફરાર થઈ ગતિ હતી.બાળકને કપડામાં વીંટેલી હાલતમાં ફેંકી ફરાર થઈ હતીય રાત્રિના સમયે ચા પીવા આવેલ યુવાનની નજર બાળક પર પડતા તેણે પોલીસને જાણ કરી હતી
રાત્રીના સમયે ચા પીવા આવેલા યુવાનની નજર પડી નવજાત પર
પોતાનું પાપ છુપાવવા તાજા જન્મેલા બાળકને જી.જી હોસ્પિટલના ગેટ પાસે કડકડતી ઠંડીમાં મૂકીને ફરાર માતા ફરાર થઈ ગઈ હતી ત્યારે રાત્રીના હોસ્પિટલ પાસે ચા પીવા આવતા યુવાનની તાજા જન્મેલા બાળક ઉપર નજર પડતા તેને પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ ગાયનેક વિભાગને બાળક સોંપવામાં આવ્યું હતું.
રાહદારીની સમય સુચાકતાએ બાળકનો જીવ બચાવ્યો
ચા પીવા આવેલા યુવાનની સમયસુચકતાને લીધે બાળકનો જીવ બચ્યો હતો. નહીતર માતા તો બાળકને રાત્રીના અંધારામાં તરછોડીને જતી રહી હતી ત્યારે આ બાળક સાથે કંઈક કુતરા ફાડી ખાત તો ??? હાલ બાળક તંદુરસ્ત છે અને પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV તપાસવાનું શરૂ કરાયું છે.