ન હોય… વાનરે મરઘી ‘દત્તક’ લીધી !! ઈઝરાયેલી ઝૂનો કિસ્સો

માતૃત્વ ફકત મનુષ્યોમાં જ નહીં બલ્કે પ્રાણીઓમાં પણ હોય છે. ન હોય… વાદરાએ મરઘી પાળી…!!! જી હા, એક વાનરે ઈઝરાયેલી ઝૂમાં મરઘીને દત્તક લઈને તેના પાલન પોષણની જવાબદારી માથે લીધી છે. ઈઝરાયેલી ઝૂના સંચાલકે જણાવ્યું હતું કે, જીવોમાં અને ખાસ કરીને પ્રાણીઓમાં આ પ્રકારનો સંબંધ રેર એટલે કે જવલ્લે જ જોવા મળે છે.એક પ્રાણી મરઘીને ખોરાક સમજીને ખાઈ જાય. માનવી ચિકન તો નોનવેજ ફૂટ તરીકે ખાય જ છે જો કે, વાનર હંમેશાથી શાકાહારી પ્રાણી રહ્યું છે. પરંતુ અહીં ખાસ કરીને જોવા જઈએ તો પાલન પોષણ કરનાર પ્રાણી વાનર છે અને આશરો લેનાર જીવ ચિકન એટલે કે મરઘી છે. આ સિવાય તેમની વચ્ચે કોઈ નજીકનો સંબંધ પણ નથી.આ વાનરનું નામ નવિ છે. તે બધી રીતે ચિકનનું ધ્યાન રાખે છે. જાણે કે તેના જ માતા-પિતા ન હોય આમ માતૃત્વની ભાવના કોઈ માત્ર માનવોમાં જ નહીં પણ પ્રાણીઓમાં હોય જ છે.નિવ એક ઈન્ડોનેશિયન કાળો વાનર છે. જે વર્ષની ઉંમરનો છે. વાનમરાં આ વયને પુખ્ત વય માનવામાં આવે છે. જો કે નિવ એક માદા વાનર છે અને તેની અંદર માની ભાવના જાગી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.