કેશોદમાં રહેતાં રઘુવંશી પરીવારના 3 સભ્યોમાંથી માતા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં કારોનાની સારવાર લઇ રહ્યાંં હોય તેવા સમયે પિતા નું લાંબી બિમારીથી મોત નિપજતાં ઘરમાં એકનો એક પુત્ર ગમગીન બન્યો હતો આ સમયે પાડોશમાં રહેતાં સર્વદી મુસ્લીમ પરીવારને જાણ થતાં યુવકના પિતાની અંત્યેષ્ઠી માટે તમામ પ્રકારે મદદરૂપ બની પોતાનો પાડોશી ધર્મ બજાવ્યો હતો.
કોરોના મહામારી સમયે હિન્દુ મુસ્લીમ ધર્મના અનેક પરીવારો મુશ્કેલીમાં મુંકાયા છે તેવા સમયે બંન્ને ધર્મના લોકોએ અરસપરસ પોતાના ધર્મની ફરજ બજાવી છે આવી જ રીતે કેશોદના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં યુવક સાથે બની હતી. રઘુવંશી પરીવારના ભોલાભાઇ (ઉ વ 28) તેના પિતા જેન્તીભાઇ કેશવજીભાઇ કતીરા ઉ વ 78 તેની માતા નિલમબેન (ઉ વ 70) સાથે રહેતાં હતાં થોડા સમય પહેલાં માતા નિલમબેન કોરોના પોઝીટીવ આવતાં તેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
તેવા સમયે લાંબી બિમારીના કારણે ઘરે રહેતાં પિતા જેન્તીભાઇનું અચાનક મોત નિપજ્યું હતું. આવા સમયે શહેરમાં યુવકનોે કોઇ પરીવાર ન હોય રાજકોટ સાસરે રહેતી પોતાની બહનને બોલાવી હતી પરંતુ નાંદુરસ્ત તબિયતના કારણે તે આવી સકે તેમ ન હોય ઘરમાં રહેતો એકનો એક યુવાન ઉદાશ અને ગમગીન બન્યો હતો.
આવા સમયે પાડોશમાં રહેતાં મુસ્લીમ સર્વદી પરીવારના મૂકસેવક હારૂનશા સર્વદી અને તેનો પરીવાર આ યુવકની વ્હારે આવ્યો હતો. અને શહેરમાં રહેતાં વિઠ્ઠલાણી પરીવારના દુરના મામા અને તેના પરીવારને બોલાવી યુવકની માતાને જાણ ન થાય તે રીતે યુવકના પિતાની અંતયેષ્ઠી કરવા મદદરૂપ બન્યા હતાં અને બે દિવસ બાદ યુવકની માતા દવાખાને ઘરે પરત ફરતાં પતિના મોતની જાણ થતાં ધરપત સહિતની કાળજી લઇ માનસીક રીતે માતા પુત્ર મજબુત બને તેવા પ્રયત્ન કરી સહીયારો આપ્યો હતો. આમ આ ઘટનામાં હિન્દુ મુસ્લીમ એકતાંની સાથે પાડોશી ધર્મની ફરજના દર્શન થયાં હતાં.