મહેતા પરિવારના મોભી ‘અબતક’મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષભાઇ મહેતાના માતૃશ્રી સ્વ. જશંવતીબેન શાંતિલાલ મહેતાનું તાજેતરમાં દુ:ખદ અવસાન થયું હતું.
ગઇકાલે રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ રૂબરૂ સતીષભાઇ મહેતાના નિવાસ સ્થાને જઇ મહેતા પરિવાર પર આવી પડેલી આ દુ:ખની ઘડી સહન કરવાની પ્રભુ શકિત આપે અને સદગતના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે સાંત્વના પાઠવી હતી.
આ તકે મહેતા પરિવારના નરેશભાઇ, યોગેશભાઇ, દેવાંગભાઇ સહીતના સભ્યો પણ હાજર રહયા હતા. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓ મહેતા પરિવારના દુ:ખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી.