અશોક થાનકી, પોરબંદર
પોરબંદરના કર્લીના પુલમાં થોડા દિવસ પહેલા નવજાત શિશુ મૂર્ત હાલતમાં મળી આવ્યું હતું જે ગુના સંદર્ભે સ્થનિક પોલીસે તપાસ હાથ ધરતા ખુલ્યો ભેદ
પોરબંદર ખાતે કર્લી ના પુલ માં થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા શખ્સએ નવજાત શિશુ બાળકી ને ફેંકી જતું રહ્યું હતું બનાવ ની જાણ થતા સ્થાનિક ઉદ્યોગ નગર પોલીસ 108 સેવા અને ફાયર નો સ્થાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને ફાયર ની ટીમે બાળકી ને મૂર્ત હાલત માં પાણી માંથી બહાર કાઢી હતી બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જેમાં ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાએ બાળકી ને જન્મ આપ્યો હતો અને તેના પિતા એ બાળકી ને પાણી માં ગરકાવ કરી હોવાનું ખુલવા પામ્યું હતું બનાવ સંદર્ભે સગીરા ની પુછપરછ કરતા ચોકવનારો ખુલાસો થયો હતો.
બાળકની માતા સગીરા પોતે પણ દુષ્કર્મની શિકાર
જેમાં રાણાવાવ નજીક ગામ માં રહેતો ભરત નામના શખ્સએ અને અન્ય એક શખ્સ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જેમાં સગીરાને ગર્ભ રહી ગયો હતો અને બાળકી ને ખાનગી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો જન્મ થયા ની બે કલાક બાદ સગીરા ના પિતા એ બાળકી ને લઈ જઈ પાણીમાં ફેંકી દીધી હતી સમગ્ર ગુનાહીત પ્રવુતિ અંગે ઉદ્યોગનગર પોલીસે સગીરા ના પિતા વિરુદ્ધ હત્યા નો ગુનો દાખલ કર્યો છે.
જ્યારે ભરત અને અન્ય એક શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ નો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે જ્યારે આ સમગ્ર મામલે સગીરાએ હલીમા હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી અને બે કલાક માં જ સગીરા ના પિતા બાળકી ને હોસ્પિટલ માંથી બહાર લઈ ગયા.
આ મામલે ઉદ્યોગનાગર પોલીસે ડો.નાશરૂમ છુટાની ની પૂછપરછ હાથધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.