રાજકોટ રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રહેતી બાવાજી પરિણીતા ત્રણેક માસ પહેલાં બે સંતાનના પિતાના પ્રેમમાં પડયા બાદ પ્રેમીના કહેવા મુજબ પોતાના સંતાનને તજીને પતિને છુટાછેડા આપ્યા બાદ પ્રેમીએ પોતાની પત્નીને છુટાછેડા ન આપી લગ્નની ના કહી પ્રેમીએ દગો દીધાનો અહેસાસ થતા પ્રેમીએ ત્રણ માસ સુધી પર્લ હોટલ અને પોતાના ઘરે અવાર નવાર દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
છુટાછેડા કરી દાજલીંગ જતા રહેવાનું કહી પરિણીતાને ડીવોર્સ કરાવી લગ્નની ના કહી: ત્રણ માસ દરમિયાન અવાર નવાર બળાત્કાર ગુજાર્યાનો નોંધાતો ગુનો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જામનગરની વતની અને છેલ્લા એકાદ વર્ષ પહેલાં રાજકોટ પતિ સાથે રહેવા આવલી એક સંતાનની માતાએ મુળ કેશોદના અને હાલ હેમુ ગઢવી હોલ પાછળ સર્વોદય સોસાયટીમાં પ્રેમ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા રવિ નરેશ કાંજાણી નામના શખ્સે તા.1 ઓકટોમ્બરતી તા.22 ડિસેમ્બર દરમિયાન બસ સ્ટેશન પાછળ આવેલી પર્લ હોટલ અને રવિ કાંજાણી પોતાના ઘરે લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બાવાજી યુવતીએ જામનગરના બ્રાહ્મણ યુવાન સાથે આઠેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે સંબંધ તોડી નાખ્યો હતો. કામ ધંધા અર્થે એકાદ વર્ષ પહેલાં દંપત્તી રાજકોટના હનુમાન મઢી પાસે એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. પતિ એમ્બ્યુશન ચલાવતો હતો તેને આર્થિક રીતે મદદરુપ થવા માટે પત્નીએ મેહુલ ટેલિકોમમાં નોકરી શુર કરી ત્યારે ત્યાં મેનેજર તરીકે નોકરી કરતા રવિ કાંજાણીના પરિચયમાં આવ્યા હતા. દંપત્તી વચ્ચે સામાન્ય બાબતે ચાલતા ઝઘડાના કારણે રવિ કાંજાણીથી આકર્ષિત થયેલી એક સંતાનની માતા પ્રેમમાં પડી હતી.
રવિ કાંજાણીએ પોતે પરિણીત હોવાનું અને એક પુત્રી તેમજ એક પુત્રનો પિતા હોવાનું જણાવ્યું હતું પરંતુ પોતાની પત્નીને છુટાછેડા આપી લગ્ન કરશે તેમ કહી પરિણીતાને પોતાના પતિથી છુટાછેડા લેવા દબાણ કરતા ગત તા.15 ડિસેમ્બરે બંનેએ જામનગર કોર્ટમાં જઇ છુટાછેડાનું લખાણ કરી લગ્ન જીવન ફોક કરી દીધું હતું. પતિ પોતાના સંતાન સાથે ફરી જામનગર રહેવા જતો રહ્યો હતો.રવિ કાંજાણીએ પોતાની પત્ની બંસીને છુટાછેડા આપી દાજલીંગ ભાગી જવાનું કહ્યા બાદ છુટાછેડા ન આપી લગ્નની ના કહી દગો દીધો હોવાનું પિડીતાએ જણાવ્યું છે. ત્રણ માસના પ્રેમ સંબંધ દરમિયાન રવિ કાંજાણીએ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું ફરિયાદમાં જણાવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. ડી.ઐમ.હરીપરા અને રાઇટર અશ્ર્વિનભાઇ આહિરે રવિ કાંજાણી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.