રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદોમાં આવી છે.અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામના 21 વર્ષ મહિલા 7 મહિનાના શિજિરિયન ઓપરેશન બાદ બાળકીને જન્મ આપતાના 24 કલાક બાદ બાળકીની મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેના 6 કલાક પછી માતાનું મૃત્યુ થયું હતું. જેને લઈને પરિવાર જનોએ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીને લઈને હોબાળો હોબાળો મચાવ્યો હતો.
માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામના 21 વર્ષીય મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજન ધરાવતી પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ તેની માતાનું મૃત્યું નિપજતા પરિવારજનોમાં આક્રોશની લાગણી વ્યાપી હતી.
દર્દીના પતિને અને તેના ઘરના સભયો દ્વારા સિવિલ હોસ્પિટલની બેદરકરી જાણવામાં આવી કે, સિવિલ હોસ્પિટલના સ્ટાફનો જવાબ તોછડાય વાળો જણાવ્યો હતો અને દર્દીની ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો કે જ્યાં સુધી હોસ્પિટલનો સ્ટાફ આની જવાબદારી નાલહે ત્યાં સુધી. સાથે વાલ્મિકી સમાજ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ વચ્ચે થઇ ભારે બોલાચાલી અને માથાકૂટ કરી હતી.