અંજારમાં કારમાંથી ૭૨ બોટલ દારૂ સાથે બે ઝડપાયા
ભોરારા ફાટક પાસે શુક્રવારે સર્જાયેલી અકસ્માતની એક ઘટનામાં સ્કુટર પરથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલ ભદ્રેશ્વરની મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા ભદ્રેશ્વરમાં રહેતા ૫૦ વર્ષીય મીઠીબેન મીઠુભાઈ સથવારા પોતાના દિકરા ભાઈચંદ સથવારાના સ્કુટર પાછળ બેસી ભોરારા ફાટક પાસેથી જઈ રહ્યા હતા. સ્કુટરની પાછળના ટાયરમાંથી હવા નિકળી જતા સ્કુટર સ્લીપ થઈ ગયું હતું.
સ્કુટર સ્લીપ થતા મીઠીબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને મુન્દ્રામાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ભુજ ખસેડાયા હતા. જયાં શનિવારે મીઠીબેન દમ તોડી દીધો હતો. મહિલાના નાના પુત્ર કાંતિ સથવારાની ફરિયાદ પરથી ભાઈચંદ વિરુઘ્ધ ગુનો નોંઘ્યો હતો.
અંજારમ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ લાગતી કારને રોકીને તપાસ કરતા તેમાં રહેલો ૭૨ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો હતો. તો તેની સાથે બે હરીયાણાના શખ્સોને કુલ ૩ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, અંજાર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ લાગતી કાર જી.જે.૧૨ ડીએ ૧૪૧૬ને થોભાવીને તપાસ કરતા તેમાંથી અંગ્રેજી દારૂની ૭૨ બોટલો મળી આવી હતી.
જેથી સાથે રહેલા યોગેશ ખુશીરામ શર્મા (ઉ.વ.૨૯) વરસામેડી સીમ, અંજાર) તેમજ પુરુષોતમ વેદપાલ શર્માને પકડી પાડયા હતા. તેમની પાસેથી ૨૫ હજારના દારૂ સહિત કાર, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૨,૯૫,૨૦૦નો મુદામાલ જપ્ત કરાયો હતો.