મોટી પુત્રીનું આણુ અને નાની પુત્રીના લગ્નની ચિંતામાં અંતિમ પગલુ ભર્યાનું ખુલ્યું

 અબતક,રાજકોટ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર ગામે મોટી પુત્રીનું આણુ અને નાની પુત્રીના લગ્નની ચિંતામાં માતા અને પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલાના ધાર ગામે રહેતી હંસાબેન કાંતિલાલ ખીચડીયા ઉ.૫૨ અને તેનીપુત્રી ભૂમીકાબેન કાંતિલાલ ખીચડીયા ઉ.૩૨એ ગઈકાલે વહેલી સવારે ઘરે ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસની તપાસમાં કાંતિલાલની મોટી પુત્રીના લગ્ન થઈ ગયા છે. અને તેનું આણઉ વાળવાનું હોય તેમજ નાની પુત્રી ભૂમીકાના પણ લગ્ન કરવાના હોય આથીક ભીંસના કારણે પ્રસંગો ઉકેલી નહી શકતા માતા પુત્રીએ આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જણાવ્યા પ્રમાણે કોરોના કાળ અને તાઉત વાવાઝોડાના કારણે ખેડુત કાંતિલાલને ભારે નુકશાન થયું હતુ અને વધારામાં બે પ્રસંગ ઉકેલવાની ચિંતામાં પત્ની અને પુત્રીએ અંતિમ પગલૂ ભર્યું હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.