ગુજરાતમાં મેં માસથી લમ્પીએ દેખા દીધી છતા સરકાર નિદ્રાધીન રહ્યું, ભાજપને ગૌ હત્યાનું પાપ લાગશે: કોંગ્રેસ
ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હોય, તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે ત્યારે કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના પ્રાદપર ચોકડી ગૌ શાળા, કારાઘોઘા, મોટી ભુજપર, બિદડા, જરપરા વિસ્તારની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં લંમ્પી વાયરસના કારણે હજારો ગૌમાતાઓ મોતને ભેટી છે.
પશુપાલકોને ગાયોના મૃત્યુ બાબતે કોઈપણ વળતરની રકમ મળી નથી હજી હજારો ગાયો સારવાર હેઠળ છે આ રોગને નાથવામાં ભાજપ સરકાર તેમજ જિલ્લાનું તંત્ર સદંતર નિષ્ફળ નીકળ્યું છે. આ સમય ગૌમાતા ના મોતને માધ્યમ બનાવી અને રાજકારણ કરવાનું નથી પરંતુ હજારો ગૌમાતા મૃત્યુ પામી તે વાસ્તવિક પરિસ્થિતિ જાણી તેનાથી ખરેખર ખૂબ જ દુ:ખ અનુભવું છું. ગુજરાતની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીકળી છે હજી પણ હજારો ગાયો સારવાર હેઠળ છે.
પાંજરાપોળોમાં આઠ-આઠ માસથી સરકાર સબસીડી ચુકવી નથી શકતી પરિણામે સંચાલકો અબોલપશુના નિભાવ માટે ખૂબ જ આર્થિક કટોકટી અનુભવી રહ્યા છે ખરેખર આવી પરિસ્થિતિમાં જો સરકાર હજારો ગાયોના મૃત્યુ બાદ પણ ગંભીરતા નહીં દાખવે તો આ ગૌહત્યાનું મહાપાપ ગુજરાતની ભાજપ સરકારને લાગવાનું છે આ મૂંગા પશુઓ જે મોતને ભેટ્યા છે તેનાથી સરકારની વિરુદ્ધમાં જીવદયા પ્રેમીઓમાં ભયંકર રોષ ની લાગણી પ્રવૃત્તિ રહી છે જે માટે સરકારે નક્કર કામગીરી કરવી જોઈએ.
ગાયના નામે મત માંગનાર ભાજપ સરકારમાં ગાય માતા રીબાઈ રીબાઈને મરી રહી છે ત્યારે ગાય માતાને બચાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે માંગ કરી હતી કે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડે, કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવામાં આવે, 7 મહિનાથી ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી બાકી છે તે તાત્કાલીક આપવામાં આવે, ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાંસચારો પડ્યો છે તે ખુલ્લો મુકવામાં આવે, ગૌવંશમાં લંપી નામના વાયરસને મહામારી જાહેર કરી તેને જઉછઋની જોગવાઈઓમાં સમાવેશ કરી મૃત ગાય બદલ પશુપાલકને વળતર તાત્કાલીક આપવામાં આવે.