- દ્વારકાના દર્શને આવતા રાજસ્થાનના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત
- ભાટિયા પાસે ઈનોવા કાર ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાતા માતા પુત્રીના કરુણ મો*ત
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા
દિવસેને દિવસે અકસ્માતના બનાવમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે અવાર નવાર અકસ્માતની ધટના વધતી ગઈ છે. ત્યારે ફરી એકવાર દ્વારકાના દર્શને આવતા રાજસ્થાનના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. તેમજ ભાટિયા પાસે ઈનોવા કાર ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાયો હતો. ત્યારે આ મામલે માતા પુત્રીના કરુણ મો*ત નિપજ્યાં હતા. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.
રાજસ્થાનથી દ્વારકા આવી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડયો હતો. તેમજ કાર અને ટ્રેકટર ધડાકાભેર અથડાયા હતા. તેમજ 5 ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા. રાજસ્થાનથી કારમાં દ્વારકા આવી રહેલા પ્રવાસીઓને ભાટીયા નજીક અકસ્માત નડયો હતો. જેમાં 2 લોકોના મો-ત થયા છે અને 5 લોકોને ઇજા થતા ખંભાળીયાની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ ટુકડી રવાના થઇ હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે હાલારનો હાઇવે રકતરંજીત બન્યો છે, ત્યારે આજે ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઇવે પર ભાટીયા નજીક ઇનોવા કાર અને ટ્રેકટર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા કાર પડીકુ વળી ગઇ હતી. તેમા બેઠેલ માતા અને પુત્રીનું ઘટના સ્થળે મો-ત નિપજયા હતા. તેમજ બંને મૃ-તદેહને PM અર્થે ખંભાળીયા લઇ જવામાં આવ્યા હતા. તેમજ આ અકસ્માતમાં 5 વ્યકિતને ઇજા થયાનું જાણવા મળ્યું છે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખંભાળીયાની જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ રાજસ્થાનનો પરિવાર કારમાં બેસીને દ્વારકા દર્શનાર્થે આવી રહયો હતો. ત્યારે વહેલી સવારે ભાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કાર ટ્રોલી સાથે ટકરાતા આ અકસ્માત થયાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.