લીંબડી-રાજકોટ હાઈવે પર સાયલા નજીક આયાબોરના પાટીયા પાસે બુધવારે બપોરે કાર પલ્ટી જતા ચાલક અને ભાણેજનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતા સાયલા પોલીસ મથકના પીએસઆઈ બી.એસ.સોલંકી સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતક બંનેના મૃતદેહને પીએમ અર્થે સાયલા હોસ્પિટલે ખસેડી કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહેસાણાના ઉંઝામાં રહેતા અને લેથ મશીનરીનો વ્યવસાય કરતા ઓમ પ્રકાશ અનંતલાલ ઉમાવત સહિત તેમના પરીવારના સભ્યો આજે પોતાની કારમાં સોમનાથ-વેરાવળ જવા નિકળ્યા હતા ત્યારે લીંબડી-રાજકોટ હાઈવે પર સાયલા નજીક આયાબોરના પાટીયા પાસે કારના ચાલક અશોકભાઈ ઓમપ્રકાશ ઉમાવત (ઉ.વ.૩૬) ઓવરટેક કરવા જતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડીને પલ્ટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા આ અકસ્માતમાં કાર ચાલક અશોકભાઈ તથા તેના ભાણેજ અંશ ગજાનંદ ચાંડોરા (ઉ.૧૩)નું મોત થયું હતું. જયારે મૃતક ચાલકના પિતા ઓમ પ્રકાશ સહિત અન્ય બેને સામાન્ય ઈજા પહોંચી હતી. સાયલા પોલીસે મૃતકના પિતા ઓમપ્રકાશ ઉમાવતની ફરિયાદ પરથી તેના જ પુત્ર કાર ચાલક અશોકભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com