આજકાલ યુવા પેઢીઓ પોતાને ફીટ રાખવા માંટે જીમનો સહારો લે છે. પરંતુ જિમ ગયા બાદ તેઓ પોતાની જાતને ફિટ રાખવાના ચક્કરમાં કેટલીક ભૂલ કરી બેસે છે. તેમને એવું લાગે છે કે જિમ જતાં પહેલાં જો કંઇક ખાઇ લે તો નુકશાન થઇ શકે છે.ખાલી પેટે વર્કઆઉટ ન કરવું જોઇએ. વર્કઆઉટ પહેલા નાસ્તો કરવાની જરૂર હોય છે. જેનાથી આપના શરીરને ઉર્જા મળે છે.

જીમમાં જતા પેહલા કેટલાક ફાયદાકારક ફળો જેવાકે ,કેળા અથવા સફરજનનું સેવન કરવું જોઇએ. આ બંને ફળ ખાવાથી શરીરને એનર્જી મળે છે. એટલા માટે જિમ જતાં પહેલાં એનર્જી હોવી જરૂરી છે. ખાલી પેટ જિમ જવાથી કેલોરીઝ બર્ન થાય છે. શુગર લેવલ પણ ઘટી જાય છે. એટલા માટે કેળા અને સફરજન બ્લડ ગ્લૂકોઝ લેવલ બનાવીને રાખે છે.

કેટલાય લોકો ડાયટિંગ કરીને પણ પોતાનું વજન ઓછું કરવા અને ફિટ રાખવા ઇચ્છે છે જ્યારે આમ કરવું ખોટું છે. ડાયટિંગની સાથે શરીરના પોષક તત્ત્વ મળવા પણ જરૂરી છે. માટે જીમમાં જતા પેહલા આટલું કરવું યોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.